આજનાં youthનાં શું પ્રશ્ર્નો છે? એક જવ‍ાનને પૂછ્યું તો જવાબ મળ્યો… ‘ગુગલને પૂછીને કહું? અંદર લખેલું વાંચી સંભળાવ્યું કે unemployment; frustration; I want to do what I Like જો કે આમાં મને રસ ન્હોતો. આ ક્રમને સમૂળગો ફેરવી નાખી જોઇએ તો સાંપ્રત પરિસ્થિતિમાં સીધું પહોંચી જવાય.

સૌથી મોટો વ્યાપ અને સૌથી મોટી સમજફેરની આ બારી ને ત્યાંથી પ્રવેશે છે ‘મન કોઇ સમજતું નથી..!! ‘શું કરવું એ ત્યાં લગી નથી હોતું કે જ્યાં લગી એ આવડતું નથી હોતું. આવડે એટલે રજૂ કરવાની તાલાવેલી. રજૂ કર્યું કે તરત જ વાહવાહી કે વળતર ને પછી ભાવ-મૂલ્યનો સિલસિલો એક પછી એક શરૂ થતાં જ proper platform – peaching – જો ન મળે તો ખામીઓ સુધારવાની ઓછું ને નિરાશ થવાની કે નાસીપાસ થવાની વાત નહીં.. પરફોર્મન્સને વધુ સારું કેવી રીતે બનાવવું એનું મંથન થવું જોઇએ.

Frustration શેનું? હતાશાએ નાપાસ થયાંની બીકે પરિક્ષા ન આપવાની ગભરુ વૃત્તિ છે. ભારતના એક રાજ્યમાં એક વ્યક્તિ પરિક્ષાની બીકે છેલ્લા ૩૭ વરસથી એક રુમ માં કેદ છે..!! માણસ પોતાના જ કોચલાંમાં કેદ. ક્યોંકી ડર કે આગે જીત હૈ..!! પોતાની શક્તિઓનો સર્વાંગી વિકાસ અને સંતોષ આ બેવ ખુબ જરૂરી બાબત છે. કેટલાંકનાં એપયરન્સનાં ભાવ હોય બને પણ એ કક્ષાએ પહોંચ્યા પહેલાં તો માત્ર સાધના જોઇએ. દુનિયાનાં જેટલાં લોકો (કલાકારો) તમારાં ખિસ્સાઓ ખાલી કરી જાય છે એ સમયનાં નહીં પરંતું intensity નાં પૈસા લઇ જાય છે.

પ્રેમિકા અને પત્નીનો ભેદ અહિયાં પરખાય છે. કોલેજ કાળમાં મળેલી પ્રેમિકામાં ૨-૩ની સખાવત ને લગ્ન ન થવાથી રહી ગયેલી કે રગદોળાયેલી સમયાધિન વ્યકત અવ્યક્ત ઠરેલી લાગણીઓની અદાવત. આજીવન અહેસાસ ન ભૂલી શક્યાની આપવિતી ની અસર એ intensity પરિણમે ને અદ્ધશ્ય છુંદણું બની હ્રદય પર કોતરાય. જ્યારે પત્ની એ સમયની ઘટના છે. એક મેકને આપેલાં સમયનો સરવાળો દર વખતે બેવડાય છે જ્યારે પ્રેમ-વિરહ ગુણાકારે વધે છે.

નોકરીઆતોનાં કેસમાં unemployment એ fresh & experience એમ બે રીતે લેખાય છે. સમય એ intensityનો નથી કારણકે intensityને ભરાયેલા પેટ સાથે સીધો નાતો છે. કોઈ શોખની નોકરી ના કરે. નોકરી તો મજબૂરીની જ હોય. હવા કહ્યામાં નથી, છૂટા હાથે સાઇકલ ત્યારે જ ચલાવાય જ્યારે પવન ન હોય.. નહીં તો ટોપી ઉડતાં વાર નહી લાગે!! સ્વસ્થ રહો – મસ્ત રહો – વ્યસ્ત રહો. બિનોદ કુણ સે?

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !