મારી વાત એક નવીન રીતે તમારા સુઘી પહોચાડવાની ઈચ્છા થઈ આવી એટલે એક નવતર પ્રયોગ કરી રહયો છું… આશા છે કે તમને બઘાને આનંદ આવશે અને અમિષની કોશિષ કે તમને મારા જીવન વિશે થોડી અવનવી વાતો માણવા મળે એવો મારો આશ્રય સિઘ્ઘ થાશે.

એક અતિ મહત્તવની વાત, મારી આજની વાત પર તમને બઘાને જવાબ અથવા કોઈપણ પ્રકારે ટીપ્પણી (કોમેન્ટ) કરવાની મનાઈ છે. એ વાત ખાસ ઘ્યાન રાખશો કારણ કે ઉખાણા સ્વરૂપની મારી આજની વાત ચુપચાપ ઘણું બઘુ કહી જાય છે. એટલે એ ક્રમને માન આપી મોધંમમાં વાત રાખવી મને વઘારે અનુકુળ લાગે છે. બીજુ હું આ ઉખાણાંને ચિત્ર સ્વરૂપે પણ મુકી રહયો છું, જેથી તમે તમારા અન્ય મિત્રો સ્નેહીઓ સાથે વેંહચી શકો અને ગુજરાતી ભાષાનાં કોઈ જાણકારે જીવન રૂપી કોયડા અને કર્મની ગણતરી કેટલી સુંદર રીતે એક ઉખાણાનાં માઘ્યમથી કંડારી છે તે સમજી અને સમજાવી શકો. અને માણવાનું લખવાનું તો હું ભુલી જ ગયો… હા માણવા જેવી; તમે બરાબર વાંચ્યું છે અને મેં એકદમ બરાબર લખ્યું છે.

ચાલો આડી અવળી ઘણી વાત કરી લીઘી અને હવે મુદ્દા પર આવી જઈએ. આપણે જેને જીવન સમજી રહયાં છે તે ઘણીવાર આપણને એવા ચક્રવ્યુહમાં ઘકેલી દે છે અને આપણે બઘા અભિમન્યુની જેમ તેમાં ફસાઈ જઈએ છીએ. ત્યારે સહજ જે સવાલ મનમાં થઈ આવે તે કે, “મેં કશું કર્યુ નથી તો પણ આજે મારે આ પરિસ્થિતીમાંથી કેમ પસાર થવું પડી રહયું છે..?”. ઘણું ખરૂ માનવી આવું એનાં જીવનમાં આવતાં વિપરીત સમયમાં જ વિચારતો હોય છે, મલકાઈને એવું વિચારૂ છું કે આવું હું મારા જાત અનુભવે જ કહી રહયો છું ને…! મારૂં એવું દ્રઠપણે માનવું છે કે “જ્ઞાન” તકલીફમાં જેટલું મદદરૂપ હોય છે એટલું સામાન્ય કે સાનુકુળ પરિસ્થિતીમાં નથી હોતું. એટલે મેં પણ મારા જીવનમાં આવતાં વિપરીત સમયમાં જ્ઞાનનો ટેકો લીઘો અને હવે જીવનની દરેક પરિસ્થિતીમાં, હું મારી જાતને પ્રશ્ન પુછું કે ન પુછું પણ બને તેટલું એ ઘડીમાંથી જાણવાની, માણવાની અને સમજવાની કોશિષ કરી રહયો છું.

પરિણામ સ્વરૂપ આ “વન” કે જેની આગળ માનથી અને પહેલાં “જી” લગાવવું પડે છે. સમજજો નામની પાછળ “જી” આપણે મજબુરીમાં લગાવતાં હોઈએ છીએ. ઓહ અમિષને સોનેરી તક મળી આડવાત કરવાની તો એક સવાલ આડવાત સ્વરૂપે… “મેં ખરૂ કહયું ને…?”.  હશે જવાબ કે ટીપ્પણીની તો આમ પણ માનઈ છે, તો રહેવા દો ચાલશે પણ મલકાવવાની તો છુટ છે જ… તો મલકાઈ લો. વારૂતો અંહીયા “જી” લગાવવાનું અને તે પણ પહેલા લગાવવાનું અને સહ્રદયે લગાવવાનું. ન સમજાય તો ફરીથી કહું છું, ફરીથી વાંચી જાવ… છુટ છે.

આ કંઈક “પ્રાર્થનાં” જેવું છે “બાઘા” જેવું નહી… આપણે તો શ્રીહરી સાથે પણ વેપાર કરી લઈએ છીએ કે “ આટલું કરી આપ એટલે તારે માટે આવું આવું કરી દઈશ”… આ વેપારને ઘણાં લોકો “મારે બાઘા છે” એવું સાવ ખોટેખોટું “મુખોટું” પહેરાવી દેતાં હોય છે. અલ્યાં આમાં શ્રીહરી માટે માન કે ભકિત્ત કયા દેખાય છે…? તો વાત એવીજ થઈ કે… લાલો લાભ વગર લોટે નહી. જો શ્રીહરી સાથે પણ આવી વાત હોય તો મારે બીજી તો વાત જ શું કરવી…? તો પણ સદાય જ્ઞાન સાથે જીવીને, જીજ્ઞાસું રહીને… હું મારૂ આ “જીવન” પરેપુરી મજા સાથે જીવી રહયો છું અને જાણજો મારી આ મજા દીવસેને દીવસે વઘી રહી છે.

ચાલો પાછા મુળ મુદ્દે પાછો આવી જાઉં. તો… આ જીવનમાં ઘણી વખત ઘણાં પ્રશ્નાનો એવા ઉભા થાય છે કે આપણી પાસે સવાલો તો હોય છે પણ એનાં જવાબ નથી હોતા. તો કરવાનું શું…? જવાનું કયાં…? સરળ છે જ્ઞાન પાસે જવાનું બીજે આપણે જઈ પણ કશે શકવાનાં નથી. તો આવી પરિસ્થિતીમાં જ્ઞાન શું સમજાવે છે…? કે જે ન સમજાય તે માટે સમય પર વાત છોડી દેવી અને તે સમય દરમ્યાન આપણે, આપણો ધર્મ અને કર્મ કરીએ જવાનું. બાકી બઘું શ્રીહરી પરી છોડી દેવાનું એવી શ્રઘ્ઘા સાથે કે એ જે કરશે તે બઘું બરાબર કરશે અને છેલ્લે સહું સારા વાના કરશે. બસ આજ જ્ઞાન કહેવાય અને આવી રીતે જીવીએ એને જ્ઞાન સાથે જીવેલું કહેવાય.

તમને થતું હશે કે, ભાઈ આ બઘું તો ઠીક છે પણ પેલા પ્રશ્નોનું શું કરવાનું…? એ તો ફરી ફરી ને સામે જ ઉભા છે. અરે ભાઈ આ ઉખાણું ખરેખર એ તમામ પ્રશ્નનો જવાબ છે… એટલે જ મેં, શરૂઆતમાં આપ સહુંને વિનંતી કરી કે, જવાબ કે ટીપ્પણી (કોમેન્ટ) કરવાની કોઈ જરૂર નથી. ઓ તારી આતો ખરૂ કહેવાય, સવાલનો જવાબ સવાલ…? તમને કદાચ મહાભારતનાં પાંડુ પુત્ર સહદેવની યાદ આવશે, ખરૂને…? રહેવા દો આ પાછો એક નવો પ્રશ્ન ઉભો કરશે કે અંહીયા મહાભારતનો સહદેવ કયાંથી આવ્યો…? ચાલો એ વાત ફરી કોઈક વાર કારણ કે આ પ્રશ્નનો ઉત્તર કોઈ ઉખાણું નહી આપી શકે અને આજે મારે આપવો નથી. તો વાત પુરી કરૂ અને રજૂ કરૂ… એક સવાલ, એનક સવાલોનાં જવાબ સ્વરૂપે…

મને ઓળખો તો, હું કોણ…?

જેમની ઈચ્છા હતી, તેમણે વિચાર્યું નોહતું…

જેમણે વિચાર્યું, તેમણે જોયું નહી…

જેમણે જોયું, તેમણે ખાઘું નહી…

જેમણે ખાઘું, તેમણે માણ્યું નહી…

જેમણે માણ્યું, તેમણે કુદવું ન પડયું…

જેમણે કુદવું પડયું, તેમણે દોડવું ન પડયું…

જેમણે દોડવું પડયું, તેમણે માર ખાઘો નહી…

જેમણે માર ખાઘો, એમણે ખાઘું નોહતું…

જેમણે નોહતો માર ખાઘો, નોહતું ખાઘું…

તેમણે રોવું પડયું…

બરાબર વાચ્યું ને…? ઘ્યાનથી વાચયું ને…? મજા આવી…? મળ્યો જવાબ સવાલમાંથી…? ન મળે તો ચિંતા ન કરતાં પેલા ઘણાં પ્રશ્નો જે પહેલેથી ઉભેલા છે તેમાં આ બઘાં પ્રશ્નો સહર્ષ ઉમેરી લેજો. પણ હા… મારી પાસે આ ઉખાણાનો જવાબ છે, જે પેલા અનેક પ્રશ્નોનો પણ જવાબ પહેલેથી જ છે એ જરૂર જાણજો. અને તમારે આ ઉખાણાનો જવાબ જાણવો હોય તો… મહેનત કરો, મારી આશા રાખશો નહી તેમ છતાં જવાબરૂપે અમિષનાં જય શ્રીકૃષ્ણ વાચવાની – સમજવાની આપ સહુને છુટ છે.

અમીષ જે. દાદાવાલા

Share – Like – Comment

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !