વડોદરામાં નવરાત્રી દરમિયાન તમામ દિવસે કુંવારિકા પૂજનનું અનોખું આયોજન કરાયું, જાણો શું છે વિશેષતા
WatchGujarat
Updated: 2 years ago
છેલ્લા ચાર વર્ષથી આ દિકરીઓ સાથે જોડાયેલા છીએ. અને તેમનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ - રૂકમિલ શાહ
New Billionaires
આજથી નવરાત્રી પર્વની શરૂઆત થઇ છે. વડોદરામાં બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત ચોથા વર્ષે નવરાત્રીના નવ દિવસ સુધી કુંવારિકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત 9 દિવસ સુધી 21 થી વધુ કુંવારિકાઓનું પૂજન, ભોજન તથા ગુપ્તદાન આપવામાં આવશે. ગત વર્ષે કુંવારિકા પૂજનમાં 100 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કુંવારિકા પૂજનના આયોજક અને બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહે જણાવ્યું કે, અમે વડોદરા નહિ પણ રાજ્યમાં પ્રથમ વખત નવરાત્રીમાં કુંવારિકા પૂજનનું આયોજન શરૂ કર્યું છે. અમારાથી પ્રેરાઇને આજે ઘણા લોકો નવરાત્રીમાં કુંવારિકા પૂજનનું પાવન કાર્ય શરૂ કર્યું છે. અમે આસો અને ચૈત્ર એમ બંને નવરાત્રીમાં કુંવારિકા પૂજન કરીએ છીએ. માત્ર પૂજન જ નહિ પણ તેની સાથે કુંવારિકાઓને ભાવતું ભોજન અને ત્યાર બાદ તેમને ગુપ્તદાન પણ આપવામાં આવે છે. વધુમાં રૂકમિલ શાહે ઉમેર્યું કે, અમારા દ્વારા શરૂ કરવામાં આવેલા કુંવારિકા પૂજનમાં ભાગ લેનાર વ્યક્તિઓ પણ ક્યારેય ખાલી હાથ નથી આવતા. તેઓ પણ કુંવારિકાઓ માટે કોઇને કોઇ ભેંટ લઇને આવે છે. આ વખતે અમે અમારી સાથે જોડાનારનું કલ્યાણ થાય તેવા ઉદ્દેશ્યથી કુંવારિકાના પગલાંની કંકુવાળી છાપની ફ્રેમ ભેંટ સ્વરૂપે આપીએ છે. સ્મૃતિ ચિન્હ રૂપે આપેલી ભેંટ સતત મેળવનારના જીવનમાં સકારાત્મકતા ભરશે તેવું મારૂં માનવું છે. જેમ વડોદરા તેના ગરબાને કારણે વિશ્વ વિખ્યાત છે તેમ એક દિવસ કુંવારિકા પૂજનને કારણે પણ તેની એક ઓળખ બનાવશે તેવો અમને વિશ્વાસ છે. આખરમાં રૂકમિલ શાહે ઉમેર્યું કે, જે બાળકીઓ કુંવારિકા પૂજનમાં આવે છે. તેમના તેના સિવાય વર્ષ દરમિયાન શૈક્ષણિક તથા અન્ય સહાયની ચીજવસ્તુઓ સમયાંતરે અમારા દ્વારા આપવામાં આવે છે. અમે છેલ્લા ચાર વર્ષથી આ દિકરીઓ સાથે જોડાયેલા છીએ. અને તેમનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ.
આજથી નવરાત્રી પર્વની શરૂઆત થઇ છે. વડોદરામાં બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત ચોથા વર્ષે નવરાત્રીના નવ દિવસ સુધી કુંવારિકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત 9 દિવસ સુધી 21 થી વધુ કુંવારિકાઓનું પૂજન, ભોજન તથા ગુપ્તદાન આપવામાં આવશે. ગત વર્ષે કુંવારિકા પૂજનમાં 100 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
કુંવારિકા પૂજનના આયોજક અને બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહે જણાવ્યું કે, અમે વડોદરા નહિ પણ રાજ્યમાં પ્રથમ વખત નવરાત્રીમાં કુંવારિકા પૂજનનું આયોજન શરૂ કર્યું છે. અમારાથી પ્રેરાઇને આજે ઘણા લોકો નવરાત્રીમાં કુંવારિકા પૂજનનું પાવન કાર્ય શરૂ કર્યું છે. અમે આસો અને ચૈત્ર એમ બંને નવરાત્રીમાં કુંવારિકા પૂજન કરીએ છીએ. માત્ર પૂજન જ નહિ પણ તેની સાથે કુંવારિકાઓને ભાવતું ભોજન અને ત્યાર બાદ તેમને ગુપ્તદાન પણ આપવામાં આવે છે.
વધુમાં રૂકમિલ શાહે ઉમેર્યું કે, અમારા દ્વારા શરૂ કરવામાં આવેલા કુંવારિકા પૂજનમાં ભાગ લેનાર વ્યક્તિઓ પણ ક્યારેય ખાલી હાથ નથી આવતા. તેઓ પણ કુંવારિકાઓ માટે કોઇને કોઇ ભેંટ લઇને આવે છે. આ વખતે અમે અમારી સાથે જોડાનારનું કલ્યાણ થાય તેવા ઉદ્દેશ્યથી કુંવારિકાના પગલાંની કંકુવાળી છાપની ફ્રેમ ભેંટ સ્વરૂપે આપીએ છે. સ્મૃતિ ચિન્હ રૂપે આપેલી ભેંટ સતત મેળવનારના જીવનમાં સકારાત્મકતા ભરશે તેવું મારૂં માનવું છે. જેમ વડોદરા તેના ગરબાને કારણે વિશ્વ વિખ્યાત છે તેમ એક દિવસ કુંવારિકા પૂજનને કારણે પણ તેની એક ઓળખ બનાવશે તેવો અમને વિશ્વાસ છે.
આખરમાં રૂકમિલ શાહે ઉમેર્યું કે, જે બાળકીઓ કુંવારિકા પૂજનમાં આવે છે. તેમના તેના સિવાય વર્ષ દરમિયાન શૈક્ષણિક તથા અન્ય સહાયની ચીજવસ્તુઓ સમયાંતરે અમારા દ્વારા આપવામાં આવે છે. અમે છેલ્લા ચાર વર્ષથી આ દિકરીઓ સાથે જોડાયેલા છીએ. અને તેમનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ.