કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ વતી મોબાઈલની દુકાનમાં વચેટીયાએ લાંચની રકમ લેતાં જ એસીબી ત્રાટકી.
લોકડાઉનના સમયમાં પણ તમાકુના વેપારીઓને કનડગત કરવાના મામલે કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહનું નામ ઉછળ્યું હતું.
લાંચની રકમમાં અન્ય બે પોલીસ કર્મીઓનો ભાગ હોવાની કોન્સ્ટેબલની કબૂલાત.
જામનગર. ખંભાળીયામાં ક્રિકેટનો સટ્ટો રમતાં શખ્સ પર રહેમ નજર રાખવાના બદલામાં રૂ. 15 હજારની લાંચ લેતાં કોન્સ્ટેબલ અને વચેટીયાને ACBએ રંગેહાથે ઝડપી પાડ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ઝડપાયેલ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ લોકડાઉન સમયે વેપારીઓને તમાકુના વેચાણ બાબતે પણ કનડગત કરી દંડનીય કાર્યવારી કરતા હોવાની બૂમો ઉઠી હતી. તે પોલીસ બેડામાં પણ ચર્ચાસ્પદ હોવાનું જાણવા મળે છે.
ખંભાળિયા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડે ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સ પર મીઠી નજર રાખવા રૂ. 15000ની લાંચ માગી હતી. અને IPL પત્યા બાદ લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું.
જો કે અરજદારે આ બાબતે એસીબીમાં જાણ કરતા રાજકોટ એસીબીના ડીવાયએસપી એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ દ્વારકા-જામનગર જિલ્લા એસીબીના ઈન્ચાર્જ પીઆઈ એ.ડી. પરમાર સહિતના સ્ટાફે છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં અરજદારે પો. કોન્સ. યોગેન્દ્રસિંહ રાઠોડને રૂપિયા આપવા ફોન કરતા તેમણે નગર ગેઈટ પાસે આવેલી મોબાઈલની દુકાનમાં રૂપિયા આપી દેવા જણાવ્યુ હતું.
મોબાઈલની દુકાને લાંચની રકમ રૂ. 15000 સ્વીકાર્યા બાદ વચેટીયા દેવ અમિતભાઈ જોષીએ પૈસા આવી ગયા હોવાનો ફોન કરતા જ એસીબીએ આ લાંચની રકમ સાથે તેને ઝડપી લઈ તેની કબૂલાતને આધારે કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડની અટકાયત કરી હતી.
પૂછપરછમાં આ રકમમાં અન્ય બે પોલીસકર્મીનો ભાગ હોવાની યોગેન્દ્રસિંહે કબૂલાત કરતાં એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. લાંચમાં સપડાયેલા પોલીસકર્મીના ઘરે પણ એસીબીએ સર્ચ હાથ ધર્યુ હતું.