#MULAN – ચીનની લેડી બાહુબલી મુલાન! – Film Review by Parakh Bhatt

Mulan – ડિઝનીના વેબ-શૉ અને ફિલ્મો યંગ-એડલ્ટ્સ માટે કંઈક ને કંઈક નવીનતાસભર ભાણું પીરસતાં રહે છે, પરંતુ ઘણી વખત રિમેકના ચક્કરમાં પડીને તેઓ પોતાની જ કૃતિ સાથે અન્યાય કરી બેસે છે. આમ તો મુલાન ભારતમાં લૉકડાઉન પહેલાં રીલિઝ થવાનું હતું. પરંતુ સૂર્યવંશીની જેમ તેને પણ કોરોનાને કારણે થિયેટર-રીલિઝના ફાંફા પડી ગયા. છેવટે ડિઝનીના ઑટીટી પ્લેટફોર્મ ’ડિઝની પ્લસ’ પર તેને રીલિઝ કરવાનો નિર્ણય લેવાયો. ઇન્ટરનેશનલ માર્કેટમાં તો તે આજથી મહિનાઓ પહેલાં રીલિઝ થઈ ચૂકેલી ફિલ્મ છે, પરંતુ મુલાને ભારત-દર્શન ગઈકાલે જ કર્યુ! ડિઝની પ્લસ હૉટસ્ટારના કૉલોબ્રેશનને કારણે આમ પણ ઘણી વેબ ફિલ્મો અને સીરિઝો આપણે ત્યાં કાં તો મોડી આવે છે અથવા તો રીલિઝ જ નથી થતી! ખેર, એવું તો જોકે નેટફ્લિક્સ સહિત તમામ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સમસ્યા છે. એ મુદ્દા પર લાંબી વાત કરવાને બદલે ફરી મુલાન પર ધ્યાન કેન્દ્રિત કરીએ. #Mulan

નિકી કારો નામના દિગ્દર્શકે મૉડર્ન મુલાનને પીરિયોડિક ડ્રામા ફિલ્મ તરીકે રજૂ કરી છે. સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને પણ ખાસ્સી તવજ્જુ આપવામાં આવી છે. પોતાના નાનકડા પરિવાર સાથે રહેતી મુલાન (યિફે લ્યુ) ભૂતકાળમાં યુદ્ધ લડી ચૂકેલાં તેના પિતા ઝોઉ (ઝિ મા) સાથે સુખેથી રહેતી હોય છે. મુલાન પાસે નાનપણથી જ કેટલીક ખાસ તાકતો હોય છે, જેને છુપાવવાના અવિરત પ્રયાસો તેની મા દ્વારા કરવામાં આવે છે, જેથી ઉંમરલાયક થતાં તે એક યોગ્ય મૂરતિયાને પરણીને ઠરીઠામ થઈ શકે. પરંતુ મુલાનના સપના અન્ય છોકરીઓ જેવા નથી. તે આકાશમાં મુક્ત પંખીની માફક ઉડવા માંગે છે. પોતાના દમ પર સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા માંગે છે. પણ તેની વિશેષ શક્તિઓને લીધે સમાજ તેને ’ડાકણ’ ન સમજી બેસે એ માટે તેનો પરિવાર સતત ચિંતિત રહે છે. એવામાં એક દિવસ દેશમાં યુદ્ધ ફાટી નીકળે છે. ઇમ્પિરિયલ એમ્પાયરના રાજાની ગાદી જોખમમાં છે. બોરિ ખાન નામનો દુશ્મન એમના દેશ પર ચઢાઈ કરવા માંગે છે. એ સમયે મુલાન પોતાના દેશ માટે લડવાનું નક્કી કરે છે. પરંતુ લશ્કર તેને સ્વીકારશે? #Mulan

#MULAN – ચીનની લેડી બાહુબલી મુલાન! – Film Review by Parakh Bhatt

ચીનમાં દાયકાઓથી ઉઇગર મુસ્લિમોને ભયંકર ત્રાસ અપાય છે, કારણકે ચીન પર ભૂતકાળમાં ઘણા હુમલાઓ એમના તરફથી થયા છે. શી જિનપિંગ પાકિસ્તાનનો ઉપયોગ ફક્ત કઠપૂતળી તરીકે કરે છે, એ વાત હવે સર્વવિદિત છે. પીરિયડ-ડ્રામા હોવાને લીધે ભારતીય દર્શકોને ઘણી ખરી બાહુબલિ-ફીલ આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને યુદ્ધના દ્રશ્યો અને મુલાનની કૂટનીતિ મહેન્દ્ર બાહુબલિની યાદ અપાવ્યા વગર નહીં રહે. સ્ત્રી સશક્તિકરણના સંદેશામાં પડી જવાને લીધે ફિલ્મ ઘણી વખત પાટા પરથી ઉતરી જાય છે. ડિઝનીની ફિલ્મ હોવાથી પ્રોડક્શન વેલ્યુ અને સિનેમેટિક એલિમેન્ટ્સ પર કોઈ શંકા છે જ નહીં! બધું જ અફલાતુન રીતે ગોઠવાયેલું છે. સિનેમેટોગ્રાફી, મ્યુઝિક, બેકગ્રાઉન્ડ સ્કોર, એક્શન, ફેમિલી-ડ્રામા અને રોમાન્સ! છપ્પન ભોગની આ થાળીમાં ડિઝનીથી નમક ઓછું પડ્યું છે. જેમણે એનિમેટેડ મુલાન ફિલ્મ જોઈ હશે એમને કદાચ આ ફિલ્મનો પ્લોટ થોડો બદલાયેલો અને ફિક્કો-ફિક્કો લાગી શકે. આમ છતાં ટાઇમપાસ માટે વન-ટાઇમ વૉચ ખરી! #Mulan

 

ક્લાયમેક્સ: આવતીકાલથી બે દિવસ એટલે કે રવિવાર અને સોમવાર દરમિયાન નેટફ્લિક્સ ૪૮ કલાકનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે. શું જોવાનો પ્લાન છે, સાહેબ?

કેમ જોવી?: ડિઝનીની ફિલ્મોના ચાહક હો તો!

કેમ ન જોવી?: ચાઇનીઝ બાહુબલિ જોવાની ઇચ્છા ન હોય તો!

 

This Week on OTT

(૧) નેટફ્લિક્સ: ભાગ બિની ભાગ

(૨) એમેઝોન પ્રાઇમ: સન્સ ઑફ ધ સોઇલ

(૩) ઝી ફાઇવ: દરબાન

(૪) ડિઝની પ્લસ હૉટસ્ટાર: મુલાન

Next Week on OTT

(૧) નેટફ્લિક્સ: મેજિક બિયોન્ડ વર્ડ્સ-ધ જે.કે.રોલિંગ સ્ટોરી

(૨) એમેઝોન પ્રાઇમ: દુર્ગામતી

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

More #Mulan #WatchGujarat #ParakhBhatt #FilmReview #Disney+Hotstar

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud