watchgujarat: અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2) એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. થિયેટરથી લઈને સોશિયલ મીડિયા સુધી ફિલ્મ બધે જ છવાઈ ગઈ હતી. પુષ્પાની સફળતા બાદ ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે મેકર્સ ટૂંક સમયમાં તેનો બીજો ભાગ પણ રિલીઝ કરશે. તમને જણાવી દઈએ કે પુષ્પા 2 (Pushpa 2) વિશે ઘણા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે દર્શકોને પુષ્પા 2માં અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ વચ્ચે જબરદસ્ત એક્શન સીન જોવા મળશે. નિર્માતાઓ બંને વચ્ચે એક્શન સિક્વન્સ શૂટ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે જ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા નવા અપડેટ્સ પણ સામે આવ્યા છે.

શું તેની અદાઓથી પાગલ કરશે સામંથા?

સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) એ પુષ્પામાં ઓઓ અંટાવા ગીત દ્વારા સૌના દિલ જીતી લીધા હતા. આ ગીતમાં બતાવવામાં આવેલી તેની બોલ્ડ સ્ટાઈલ આજે પણ લોકોના મગજમાંથી નીકળી શકી નથી. રિપોર્ટ્સનું માનીએ તો પુષ્પા 2 (Pushpa 2)માં પણ દર્શકોને સામંથાનો બીજો આઈટમ નંબર જોવા મળશે. આ સાથે ઘણી જગ્યાએ એવી વાતો પણ સામે આવી રહી છે કે દિશા પટણીનું આઈટમ સોંગ પણ પુષ્પા 2માં સામંથાની જગ્યાએ હોઈ શકે છે.

બની ગયા છે Pushpa 2 ના 3 ગીતો

અલ્લુ અર્જુનના ચાહકોને એ જાણીને આનંદ થશે કે પુષ્પા 2 ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીએસપીએ આ ફિલ્મ માટે ત્રણ ગીતો પણ કમ્પોઝ કર્યા છે. વાસ્તવમાં અગાઉ પુષ્પાને બે ભાગમાં બનાવવાની કોઈ યોજના નહોતી. તેને બે ભાગમાં બનાવવાનું નક્કી થતાં જ ડીએસપીએ પુષ્પા 2 (Pushpa 2) માટે પહેલેથી જ બનાવેલા ગીતો સુરક્ષિત રાખી દીધા છે.

Facebook Comments Box

Videos

Our Partners