watchgujarat: બીઆર ચોપરાની લોકપ્રિય સીરિયલ ‘મહાભારત’ના દરેક પાત્રે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. સિરિયલના કલાકારો એટલા પ્રખ્યાત થયા કે તેઓ તેમના અસલી નામથી નહીં પણ તે પાત્રના નામથી ઓળખાવા લાગ્યા. ‘મહાભારત’માં આવું જ એક પાત્ર હતું ભીમનું, જે અભિનેતા પ્રવીણ કુમાર સોબતીએ ભજવ્યું હતું. પ્રવીણે માત્ર ફિલ્મો અને ટીવી સિરિયલોમાં જ કામ કર્યું નથી, પરંતુ તે એક ખેલાડી પણ રહ્યો છે. તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. તેણે ઘણી સ્પર્ધાઓમાં મેડલ પણ જીત્યા, પછી એક્ટિંગમાં ઘણું નામ કમાવ્યું. આટલું બધું હોવા છતાં, તમને જાણીને નવાઈ લાગશે કે આજના સમયમાં પ્રવીણ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને માંડ માંડ તેનો ગુજારો કરી શકી રહ્યો છે.

સરકાર પાસે માંગી મદદ

રમતગમતમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને પ્રવીણે સરકાર પાસે પેન્શનની માંગણી કરી છે, જેથી તે પોતાનું જીવન સરળતાથી જીવી શકે. જો કે તેને BSF તરફથી પેન્શન મળી રહ્યું છે પરંતુ તે તેના રોજિંદા ખર્ચ માટે પૂરતું નથી. પંજાબમાં જે પણ સરકારો આવી તેમને તેમની પાસેથી ફરિયાદો છે. તેનું કહેવું છે કે એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીને પેન્શન આપવામાં આવ્યું હતું પરંતુ તે મળ્યું નથી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો પરંતુ તેમ છતાં તેને પેન્શન મળતું નથી.

બધા ભૂલી ગયા

રિપોર્ટ અનુસાર, પ્રવીણે કહ્યું, ‘હું 76 વર્ષનો છું અને ઘરે જ રહું છું. આજકાલ તબિયત સારી નથી. પત્ની વીણા કાળજી રાખે છે. એક સમય હતો જ્યારે ભીમને બધા ઓળખતા હતા પણ હવે બધા ભૂલી ગયા છે.પ્રવીણને એક દીકરી છે જે લગ્ન પછી મુંબઈમાં રહે છે.

રમતગમતમાં નિષ્ણાત હતો પ્રવીણ

પ્રવીણ હેમર અને ડિસ્કસ થ્રોનો ખેલાડી રહ્યો છે. તેણે કિંગસ્ટનમાં 1966માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે 1966 અને 1970માં યોજાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 1968 અને 1972માં સમર ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેહરાનમાં યોજાયેલી 1974 એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો. પ્રવીણે વધુમાં જણાવ્યું કે બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ પછી તેને પીઠમાં દુખાવો થવા લાગ્યો.

આ રીતે મળ્યો ભીમનો રોલ

પ્રવીણ કુમારને બીએસએફમાં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી. 1986 માં, તેમને એક સંદેશ આવ્યો કે બીઆર ચોપરા મહાભારત બનાવી રહ્યા છે અને તેમને ભીમનું પાત્ર ભજવવા માટે એક અભિનેતાની જરૂર છે. તે બીઆર ચોપરાને મળવા ગયો હતો. એમને જોતાં જ તેણે કહ્યું, ભીમ મળી ગયો. આ પાત્ર એટલું લોકપ્રિય બન્યું કે ટીવી અને ફિલ્મોમાં પ્રવીણ માટે રસ્તાઓ ખુલી ગયા અને તેણે 50 થી વધુ ફિલ્મો કરી. ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું.

રાજકારણમાં પણ આવ્યા

પ્રવીણે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે. 2013માં તેમણે આમ આદમી પાર્ટી વતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. બીજા વર્ષે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud