મુંબઈના અંડરવર્લ્ડ ડોન અને ભાઈલોગની વાર્તા કહેતી જેટલી પણ ફિલ્મ આવી છે, તેમાં મોટેભાગે આ સંવાદ સાંભળવા મળ્યો છે : ખાલી પીલી લફડા કરને કા નહીં, ખાલી પીલી દેખને કા નહીં, ખાલી પીલી મચ-મચ નહીં અને બ્લાહ બ્લાહ બ્લાહ! આમ તો અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટર સ્ટારર ‘ખાલી પીલી’ ગયા મહિને ઝી-પ્લેક્સ પર રીલિઝ થઈ હતી, પરંતુ આ અઠવાડિયે ’ઝી-ફાઇવ’ ઑટીટી પ્લેટફોર્મ પર તેને રીલિઝ કરવામાં આવી છે. જૂના જમાનાની મુંબઈ મસાલા બોલિવૂડ ફિલ્મ પર નવા ચહેરાઓ (અર્થાત નવા કલાકારો)નો વઘાર કરવામાં આવે ત્યારે કેવી ફિલ્મ બને તેનું તાજું ઉદાહરણ ‘ખાલી પીલી’ છે.
વધુ પડતી સાલસતા ધરાવતાં પોતાના બાપથી કંટાળીને મુંબઈ ભાગી આવેલો વિજય ચૌહાણ ઉર્ફે બ્લેકી (ઇશાન ખટ્ટર) ભાઈગીરીના ગોરખધંધામાં હાથ નાંખે છે. એવી જ રીતે, અન્ય રાજ્યમાંથી ખરીદીને મુંબઈ લાવવામાં આવેલી પૂજા ઉર્ફે રેડ રાઇડિંગ હૂડ (અનન્યા પાંડે)નો નાનપણથી જ કમાઠીપુરામાં ઉછેર થાય છે, જેના પર એક દિવસ ચોક્સી શેઠ (સ્વાનંદ કિરકિરે) ની નજર પડે છે. પીડોફાઇલ (નાના બાળકો પ્રત્યે સેક્સ્યુઅલી આકર્ષિત થતો મનોરોગી)થી પીડાતો એ માણસ ચોક્સી શેઠ પોતાની દીકરીની ઉંમર જેવડી પૂજા સાથે પરણવા માટે ૧૦ વર્ષ રાહ જુએ છે. લગ્નની રાતે જ ૧૮ વર્ષની પૂજા ઘર છોડીને ભાગી જાય છે, જેને પકડવા માટે મુંબૈયા ડૉન યુસુફ ચીકના (જયદીપ આહ્લાવત)ના ગુંડા તેની પાછળ પડે છે અને વાર્તા અહીંથી શરૂ થાય છે.
અમિતાભ બચ્ચન અને વિજય ચૌહાણની બોલિવૂડ ઇમ્પેક્ટ ઉભો કરવાનો પ્રયાસ આવકારદાયક છે, પરંતુ વાર્તામાં એવું કોઈ મસાલા એલિમેન્ટ નથી. સીમા અગરવાલ અને યશ કેશવાણીનું લેખન લસ્ત અને રીપિટેટિવ લાગી શકે. ઘણી વખત આખી ફિલ્મનો ભાર કલાકારો પોતાના ખભા પર ઉઠાવીને તેને ડૂબવાથી બચાવી લેતા હોય છે. એવું જ કંઈક ’ખાલી પીલી’ના કેસમાં થયું છે. ’પાતાલ લોક’ એક્ટર જયદીપ આહ્લાવત, ’બા, બહુ ઔર બેબી’ ફેમ પ્રવીણા બેન ઉર્ફે વૈશાલી ઠક્કર, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર તાવડે ઉર્ફે ઝાકિર હુસૈન, બ્લેકીના બાબુજીના કિરદારમાં અનુપ સોની, ટિપિકલ બોલિવૂડ-લવર પોલીસ ઇન્સ્પેક્ટર સતિષ કૌશિક અને ચોક્સી શેઠ ઉર્ફે સ્વાનંદ કિરકિરેનાઅભિનયે ફિલ્મને સતત સંતુલિત રાખવાનું કામ કર્યુ છે. બીજી બાજુ ઇશાન ખટ્ટર જેવો ફાડુ એક્ટર! મજીદ મજીદીની ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ ન જોઈ હોય તો ખાસ જોજો. ઇશાનની ડેબ્યુ ફિલ્મ હતી એ! બોલિવૂડનો આ નવો નિશાળિયો પોતાની પહેલી ફિલ્મથી ચોગ્ગા-છગ્ગા મારી રહ્યો છે. પોતાના ભાઈ શાહિદ કપૂરની માફક એણે ફક્ત ચોકલેટી રોલ પસંદ નથી કર્યા. રફ એન્ડ ટફ મસ્ક્યુલર દેશી ટીન-એજ હીરોની નવી વ્યાખ્યા ઇશાન ખટ્ટરે સેટ કરી છે. અનન્યા પાંડેના તો આપણે ઑલટાઇમ દીવાના છીએ. જોકે, ‘ખાલી પીલી’માં ઇશાન ખટ્ટરની ઑરિજિનલ એક્ટિંગ સામે તેનું ગ્લેમરસ પર્ફોમન્સ ફિક્કું લાગી શકે, પણ કંટાળો તો નહીં જ અપાવે એની ગેરંટી!
‘ખાલી પીલી’ના એક ગીતે ભારે ચર્ચા જગાવી હતી, જેના શબ્દો ‘તુઝકે દેખ કે બિયોન્સે શર્મા જાયેગી’ પર અઠવાડિયાઓ સુધી મીમ્સ બન્યા હતાં અને લોકોએ તેને ભરપેટ વખોડ્યું હતું. કેટલાકે તો વળી એવું લૉજિક વહેતું કર્યુ હતું કે આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી એકીઝાટકી ખરીદી શકે એટલી તાકાત ધરાવતી અમેરિકન સિંગર બિયોન્સેને આ ખબર પડી તો ડિરેક્ટર મકબુલ ખાન જિંદગીમાં બીજી કોઈ ફિલ્મ નહીં બનાવી શકે! આખરે સર્વાનુમતે, વિવાદ ટાળવા માટે ’બિયોન્સે શર્મા જાયેગી’ને બદલે ગીતના શબ્દો ’યહ દુનિયા શર્મા જાયેગી’ કરી નાંખવામાં આવ્યા! ખેર, વાદ-વિવાદ તો હવે ભારત માટે નવા નથી. પાછલા ઘણાં મહિનાઓથી એ જ બધું ચાલી રહ્યું છે.
‘ટાઇગર ઝિંદા હૈ’, ’સુલતાન’, ’ભારત’ જેવી ફિલ્મોના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર ‘ખાલી પીલી’ના પ્રોડ્યુસર બન્યા છે. જેનો મતલબ એમ કે આગામી સમયમાં તેઓ ડિરેક્શન ઉપરાંત પ્રોડક્શન ક્ષેત્રે પણ મસમોટી ફિલ્મોમાં પૈસા રોકી શકે. મસાલા એક્શન ફિલ્મોના ચાહક માટે ‘ખાલી પીલી’ વન-ટાઇમ વૉચ ગણી શકાય.
ક્લાયમેક્સ : આવતાં અઠવાડિયાથી ઑટીટી પ્લેટફોર્મ્સ પર દિવાળીના તહેવારોને કારણે નવી નવી ફિલ્મો અને વેબસીરિઝનો ઢગલો થવા જઈ રહ્યો છે. જેમાં અક્ષયકુમારની ફિલ્મ ’લક્ષ્મી’ પણ સામેલ છે. એકે-એક રજાને ખર્ચવા યોગ્ય ફિલ્મ અથવા વેબસીરિઝ પાછળ ખર્ચો એવી શુભેચ્છા સહ સિને‘મા’ના નમસ્કાર.
વોચ સ્ટાર : બે ચોકલેટ.
કેમ જોવી? : એન્ટરટેઇનમેન્ટ. એન્ટરટેઇનમેન્ટ. એન્ટરટેઇનમેન્ટ.
કેમ ન જોવી? : કારણકે આવી બીજી પચાસ ફિલ્મો તમે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છો, માટે!
This Week on OTT
(૧) નેટફ્લિક્સ : મિસ ઇન્ડિયા, પેરાનોર્મલ
(૨) એમેઝોન પ્રાઇમ : ગઠમ
(૩) સોની લિવ : વેલકમ હૉમ, અન-કૉમન સેન્સ
(૪) ઝી-ફાઇવ : ખાલી પીલી, તૈશ, કાપે રાણાસિંઘમ
Next Week on OTT
(૧) નેટફ્લિક્સ : લુડો, ધ ક્રાઉન (સિઝન-૪)
(૨) એમેઝોન પ્રાઇમ : છલાંગ
(૩) હોટસ્ટાર : લક્ષ્મી (પહેલાનું નામ : લક્ષ્મી બૉમ્બ)
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.