નેઇલ-પોલિશ: કૉર્ટરૂમ સાયકોલૉજિકલ થ્રિલર! – Film Review by Parakh Bhatt

WatchGujarat નખ ચાવવા આમ તો બૂરી આદત છે, પણ ‘નેઇલ-પૉલિશ’ જોતી વખતે તમે હાથની દસેય આંગળીના નખ ખોતરી- ખોતરીને ચાવી જાઓ તો નક્કી નહીં! 2021ની શરૂઆતમાં આમ તો પ્રિયંકા ચોપરાની હોવિલૂડ ‘વી કે બે હીરોઝ’ જોવાની ઇચ્છા હતી, પરંતુ આખી ફિલ્મ ત્રમથી બાર વર્ષના બાળકને વધુ અપીલ કરે એવી હોવાથી તેનો રિવ્યુ કરવાનો વિચાર માંજી વાળ્યો. ઝી-ફાઇવ પર રિલિઝ થયેલી ‘નેઇલ પોલિશ’ અણધારી આવી પડેલી શ્રેષ્ઠ ફિલ્મ છે. કોર્ટ- રૂમ ડ્રામા અને સાયકોલોજીકલ થ્રિલરનું ગજબનાક કોમ્બો અહીં છે.

ઉત્તરપ્રદેશની વાર્તા છે. કેટલાક બાળકોના ગાયબ થયા બાદ ખૂનના સમાચારો જનતાની સામે આવે છે. પોલીસ તપાસ દરમિયાન શહેરના નામી સમાજસેવક વીર સિંહ (માનવ કૌલ)નું નામ બહાર આવે છે અને તેના પર મુકદ્દમો ચાલે છે. વાસ્તવમાં તેણે ખૂન કર્યા છે કે નહીં, એ કોઈને ખબર નથી. વાર્તામાં વણાયેલાં વકીલોના પાત્રો છે: અમિત કુમાર (આનંદ તિવારી) અને સિડ જયસિંઘ (અર્જુન રામપાલ). જજની ભૂમિકા ભજવી રહ્યા છે, રજિત કપૂર!

તમને યાદ ન હોય તો જણાવી દઉં કે વકીલની ભૂમિકા ભજવી રહેલાં આનંદ તિવારી એ જ શખ્સ છે, જેણે ગયા વર્ષે એટલે કે ૨૦૨૦ની સાલમાં એમેઝોન પ્રાઇમ પર ‘બંદિશ બેન્ડિટ્સ’ નામની સુપરહિટ મ્યુઝિકલ વેબસીરિઝ ડિરેક્ટ કરી હતી. તેઓ ઉત્તમ દિગ્દર્શકની સાથોસાથ શ્રેષ્ઠ અભિનેતા છે, એવું પહેલાં પણ ઘણી વખત પૂરવાર થઈ ચૂક્યું છે. બીજી બાજુ, અર્જુન રામપાલ લાંબો વખત પછી દેખાયા છે. મુખ્ય કિરદાર ભજવી રહેલાં માનવ કૌલ પોતાના પાત્રમાં બખૂબી ઉતરી જાણ્યા છે. પ્રેક્ષકોને કદાચ એ ખબર નહીં હોય કે, માનવ કૌલ એક સારા અભિનેતા

ઉપરાંત ઉત્તમ લેખક પણ છે. એમનું એક હિન્દી પુસ્તક ‘અંતિમા’ તાજેતરમાં પ્રસિદ્ધ થયું છે. મોટેભાગે હિન્દી ભાષામા પદ્ય સાહિત્ય લખતાં માનવ કૌલના પુસ્તકો ખૂબ વેચાય છે અને વંચાય છે. તેઓહવે બેસ્ટ સેલર છે! આ પ્રકાપની ભાષા સમજ, બૌદ્ધિકતા અને અભિનયકળાનો સમન્વય ખૂબ ઓછા કલાકારોમાં જોવા મળતો હોય છે. એ હકીકત છે. ‘નેઇલ પોલિશ’ ફિલ્મ વાસ્તવમાં માણસને વિચારતાં કરી મૂકે છે. મગજ અગર કોઇ ગુનો આદરે તો શરીરને સજા આપવી રેટલે અંશે યોગ્ય?

ડિરેક્ટર બગ્સ ભાર્ગવ ક્રિષ્નાએ ફિલ્મ લખી છે અને ડિરેક્ટ પણ કરી છે. વિચારોની સ્પષ્ટતા, પૂરતું રીસર્ચવર્ક અને ક્રિસ્પ રાઇટિંગ આ ફિલ્મના મહત્વના પાસાં છે. અલગ અલગ ટ્વિસ્ટ્સ અને ટર્નથી ભરેલીવાર્તાને પાટા પરથી ઉતરવા ન દેવી એ સુનિશ્ચિત કરવાનું કામ અઘરું હોય છે, જે ડિરેક્ટર અહીં સારી રીતે કરી શક્યા છે. માનવીય લાગણીઓ, અભિગમો અને વિચારધારાનું સુંદર મિશ્રણ ફિલ્મને ખાસ બનાવે છે.

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ: થિયેટરમાં સીમા પાહ્વા દિગ્દર્શિત ‘રામપ્રસાદ કી તેરવીં’ ફિલ્મ પણ ચાલી રહી છે. ચારેકોરથી એના ભરપેટ વખાણ સંભળાઈ રહ્યા છે. તમે થિયેટરમાં જવાનું શરૂ કર્યુ કે નહીં?

સાંજ સ્ટાર: ત્રણ ચોકલેટ

કેમ જોવી?: જકડી રાખે તેવી બોલિવૂડ સાયકોલોજિકલ થ્રિલર જોવાની ઇચ્છા હોય તો!

કેમ ન જોવી?: ખૂનખરાબો અને લોહિયાળ દ્રશ્યો જોવાનું પસંદ ન કરતા હો તો!

More #ZEE5 #Nail poish #movie #review #by #parakh bhatt #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud