• ભારતીય જળસીમામાં માછીમારી કરતા આ નિર્દોષ માછીમારોને બંધક બનાવી પાકિસ્તાની જેલમાં ખસેડી દેવામાં આવ્યા હતા
  • પાકિસ્તાની જેલમાં કેદ ભારતીય માછીમારોને છોડી મુકવાનું પાકિસ્તાની સરકારે નિર્ણય કર્યો
  • આવતીકાલે પાકિસ્તાનની જેલમાંથી 20 માછીમારોને મુક્ત કરવામાં આવશે
  • 14 નવેમ્બરે પાકિસ્તાનથી મુક્ત થયેલા માછીમારો વાઘા બોર્ડર પહોંચશે, પરિવારજનોમાં આનંદનો માહોલ

WatchGujarat. પોરબંદર નજીક સમુદ્રમાં માછીમારી કરતા માછીમારોને IMBL નજીક પાકિસ્તાન મરીન્સ દ્વારા બંદૂકના નાળચે અવારનવાર માછીમારોનું અપહરણ કરતા હોવાના બનાવો બને છે. ભારતીય જળસીમામાં માછીમારી કરતા આ નિર્દોષ માછીમારોને બંધક બનાવી પાકિસ્તાની જેલમાં ખસેડી દેવામાં આવે છે. પરિવારોની કમાઉ અને જવાબદાર માછીમારોને બંધક બનાવી દેવામાં આવતા હોવાના પગલે તેમના પરિવારજનોની દયનિય હાલત થઇ જાય છે. ત્યારે પાકિસ્તાની જેલમાં કેદ ભારતીય માછીમારોને છોડી મુકવાનું પાકિસ્તાની સરકારે નિર્ણય કરી 20 જેટલા માછીમારોને છોડાવવામાં આવશે.

વધુમાં જણાવતા આવતીકાલે પાકિસ્તાનની જેલમાંથી 20 માછીમારોને મુક્ત કરવામાં આવશે. 14 નવેમ્બરે પાકિસ્તાનથી મુક્ત થયેલા માછીમારો વાઘા બોર્ડર પહોંચશે. ત્યારબાદ ત્યાંથી તમામ માછીમારો પોતાના વતન આવશે. છેલ્લા ઘણા સમયથી માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. ત્યારે એક તરફ 20 માછીમારોને મુક્તિ મળતા વિસ્તારમાં આનંદનો માહોલ પણ છે. અને બીજી તરફ સતત વધતા અપહરણ અને હુમલાને લઈને ચિંતા પણ છે.

આ સિવાય સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે પાકિસ્તાની મરીન્સે વધુ એક વાર ફાયરિંગ કરતા એક ભારતીય માછીમારનું મોત નિપજ્યું અને એક માછીમાર ઘાયલ થયો હતો. થોડા દિવસ પહેલા જ પાક દ્વારા ભારતીય માછીમારોની બોટ પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક માછીમારનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેમાં પાકિસ્તાની મરીન્સે ફાયરીંગ કરતાં નિર્દોષ માછીમાર શ્રીધર ચાંડેનું મોત થયું હતું. દ્વારકા જિલ્લાના ઓખાની જલપરી બોટ પર સવાર આ મૃતક માછીમાર મૂળ મહારાષ્ટ્રના થાણાનો હતો. ત્યારે પાકિસ્તાન મરીન્સે પોરબંદરની એક બોટ અને કેટલાક માછીમારોનું અપહરણ પણ કરી લીધું હતું. આવામાં 20 માછીમારોને મુક્તિ મળતા માછીમારોના પરિવારો ખુશ જણાઈ રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud