• કચ્છના મુંદ્રા પોર્ટ પર DRI,કસ્ટમ વિભાગની કાર્યવાહી
  • લાલ ચંદનનો 13 ટનથી વધુનો જથ્થો ઝડપાયો
  • લાલ ચંદનની અંદાજીત આંતરરાષ્ટ્રીય કિંમત 12થી 15 કરોડ

WatchGujarat.કચ્છના મુંદ્રા પોર્ટનાં અદાણી બંદર વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત લાલચંદનનો જથ્થો પકડાયો છે.DRIની ટીમે કરોડોની કિંમતનો લાલ ચંદનનો જથ્થો ઝડપી લેતા ચકચાર મચી છે.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ ડી.આર.આઈની ટીમ દ્વારા આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લાલ ચંદનના 13 ટનથી વધુનો જથ્થો ઝડપાયો છે જે દિલ્હીથી ચીન લઇ જવામાં આવી રહ્યો હતો. આ લાલ ચંદનની અંદાજીત આંતરરાષ્ટ્રીય કિંમત 12થી 15 કરોડ છે. જ્યારે એજન્સીઓની આકરણીમાં અંદાજીત 3થી 4 કરોડની કિંમત છે. મળતી માહિતી મુજબ દિલ્હીની કોઇ પેઢી પ્રતિબંધિત લાલ ચંદન મોકલતા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને કસ્ટમ વિભાગે તપાસનો ધમાધમાટ શરૂ કર્યો છે. ટૂંક સમયમાં સમગ્ર હકીકતોનો પર્દાફાશ થાય તેમ છે .

અત્રે ઉલ્લેખનીય છે કે લાલ ચંદનનાં એક્સપોર્ટ પર પ્રતિબંધ છે છતાં પણ ભૂતકાળમાં મુંદ્રા પોર્ટ પરથી લાલ ચંદનનો જથ્થો ઝડપાઈ ચૂકયો છે ત્યારે ફરી એક વખત લાલ ચંદનનો જથ્થો ઝડપાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. એક યા બીજી રીતે લાલ ચંદનનાં માફિયાઓ આ કરતૂત અજમાવી રહ્યા છે ત્યારે તપાસ એજન્સીઓ પણ હવે એલર્ટ બની છે. લાલ ચંદનનો જથ્થો બહાર મોકલવા પર પ્રતિબંધ છે તેમ છતાં આવા માફિયાઓ રૂપિયા મેળવવાની લાલચમાં જથ્થો મોકલતા હોય છે જેને લઇને હવે કસ્ટમ વિભાગ પણ સતર્ક બન્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાઉથની ફિલ્મ પુષ્પા રિલીઝ થઈ છે જેમાં પણ લાલ ચંદન કઈ રીતે હેરાફેરી કરવામાં આવે છે આ લાલ ચંદનનું શું મહત્વ છે તેની સમગ્ર હકીકતો દર્શાવવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners