• રાજકોટમાં કોરોનાએ હરણફાળ ભરી, દરરોજ પોઝિટિવ કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે
  • સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ સહિત 50 જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા
  • નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ વાયરસની ઝપેટમાં આવતા તંત્ર દોડતુ થયુ

WatchGujarat. દેશમાં મહામારીની સુનામી આવી હોય તેમ કોરોનાની પહેલી – બીજી લહેરનાં કોરોના સંક્રમણનો રેકોર્ડ ત્રીજી લહેરે તોડી નાખ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનાં હબ ગણાતા રાજકોટમાં કોરોનાએ હરણફાળ ભરી હોય તેમ દરરોજ પોઝિટિવ કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. અને સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ સહિત 50 જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ વાયરસની ઝપેટમાં આવતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જો કે તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઇ રહ્યા હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું છે. સાથે-સાથે ટેસ્ટિંગમાં વધારો થવાથી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ રિપોર્ટમાં બે દિવસનું લાંબુ વેઈટિંગ કરવું પડી રહ્યુ હોવાથી ટેસ્ટિંગ મશીન વધારવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

તાજેતરમાં રાજકોટ શહેર પોલીસ વિભાગના ડીસીપી, એસીપી સહિત 45 જેટલા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યું હતું. ત્યારે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ સહિત 50 આરોગ્યલક્ષી સેવા બજાવતા અધિકારી તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ આર. એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ખુશીની વાત છે કે, હાલ તમામ હોમ આઇસોલેશનમાં છે. એક પણ અધિકારી કે કર્મચારીને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ રિપોર્ટમાં બે દિવસનું લાંબુ વેઈટિંગ કરવું પડી રહ્યુ છે. જે રિપોર્ટ ઝડપી મળે તે માટે વધુ એક ટેસ્ટિંગ મશીન ભાડેથી વિકસાવવા ઉપરાંત લેબ ટેકનિશ્યનોની સંખ્યા વધારવા સમિક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમારે સૈધાંતિક મંજૂરી આપી હતી. જે અંતર્ગત આવતીકાલ સુધીમાં જ એક મશીન વધારવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને મશીન અવતાની સાથે જ ટેસ્ટિંગ માટેનું વેઇટિંગ દૂર થશે.

Facebook Comments Box

Videos

Our Partners