• ગત મોડી રાત્રે એમએસ યુનિ.માં ફૂટબોલની સેમિફાઈનલ મેચમાં મારમારીની ઘટના
  • અસામાજિક તત્વોએ ફૂટબોલના ખેલાડીઓને દોડાવી દોડાવીને ગડદાપાટુનો માર માર્યો
  • લુખ્ખા તત્વો એમએસ યુનિ.માં ઘુસી વિદ્યાર્થીઓ પર તુટી પડ્યા, વિજિલન્સની ટીમ હાજ હોવા છતાં કંઈ કરી ન શકી
  • ગુડાગીર્દીના વરવા દ્રશ્યો સર્જાયા, બેફાન ગાળાગાળી સાથે થયેલી મારામારીના પગલે નાસભાગ મચી ગઈ

WatchGujarat. વિશ્વવિખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટી કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે. ત્યારે ગઈ કાલ રાત્રે વધુ એક વિવાદિત ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે એમએસ યુનિ.માં ફુટબોલ મેચ દરમિયાન અસામાજીક તત્વો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારમારીની ઘટના બની હતી. ફુટ બોલ ટુર્નામેન્ટમાં નજીવી બાબતે અસામાજિક તત્વોએ ફૂટબોલના ખેલાડીઓને દોડાવી દોડાવીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેને લઈને સ્થળ પર નાસભાગ મચી હતી.

એમએસ યુનિવર્સિટીમાં ફુટ બોલ ટુર્નામેન્ટમાં નજીવી બાબતે થઈ મારા મારી

પ્રાપ્ત વિગતો અનુસાર એમએસ યુનિવર્સિટીમાં હાલ ફોર્ટિટ્યૂડ સિઝન 8 ફુટબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં ગઈકાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ફુટબોલ ટુર્નામેન્ટની સેમિફાઈનલ મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન યુનિવર્સિટીની બીબીએ બિલ્ડિંગ ખાતે કેટલાક અસામાજિક તત્વો ઘુસી આવ્યા હતા. ફતેગંજ અને ફતેપુરાથી કેટલાક લુખ્ખા તત્વોએ યુનિવર્સિટીમાં ઘુસી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓ અને અસામાજિક તત્વો વચ્ચે મારામારી થતાં ગુંડાગર્દીના દ્રશ્યો સર્જાયા હતા.

યુનિવર્સિટી ના વિજિલન્સ ની ટીમ  મુકપ્રેક્ષક બની તમાસો જોતી રહી

મહત્વનું છે કે ફુટબોલ ટૂર્નામેન્ટની સેમીફાઈનલ મેચ દમરિયાન મારામારીની ઘટના બની ત્યારે યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ હાજર હોવા છતાં મુકપ્રેક્ષક બનીને તમાસો જોતી રહી હતી. જ્યારે સમગ્ર મામલાની જાણ પોલીસને થતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરી સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ પણ આ ઘટનાને કાબૂમાં લઈ શકી ન હતી.

વિદ્યાર્થી સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

આ બનાવના યુનિવર્સિટી કેમ્પસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના અંગે યુનિવર્સિટીના વિવિધ સંગઠનો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આજે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ રવિવારે રાત્રે બનેલી મારામારીની આ ઘટના અંગેની પોલીસ ફરીયાદ થઇ નથી.

Facebook Comments Box

Videos

Our Partners