• રાજકોટના ગોંડલમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
  • નવા ચૂંટાયેલા 77 સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાયો, સરેઆમ કોરોના ગાઈડલાઈનનો ભંગ
  • કાર્યક્રમમાં ભીડ એકઠી થઈ, આ ભીડ ત્રીજી લહેર લાવશે તેવી લોકમુખે ચર્ચા
  • પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજાયો હતો કાર્યક્રમ

WatchGujarat. રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વધતી મહામારીને પગલે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ તેમજ ધીરે-ધીરે તમામ સરકારી કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. પરંતુ રાજકોટના ગોંડલમાં બેખોફ બનીને સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકઠી થયેલી ભીડે સરેઆમ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહેવાના હતા.

મળતી વિગતો અનુસાર ગોંડલના નવા માર્કેટ યાર્ડ ખાતે તાલુકાના નવા ચુંટાયેલા 77 જેટલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સરપંચોના શાનદાર સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી હતી. આ સમયે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ભીડ એકઠી થઈ હતી. જેમાં કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરાયો હતો.

મહત્વનું છે કે આ સરપંચ સંમેલનમાં શ્રમયોગી કાર્ડ વિતરણનું પણ આયોજન કરાયું હતું. આ અગાઉ રાજકોટની આશાપુરા ચોકડીથી સરપંચોનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં ખુલ્લી જીપમાં મહાનુભવો બેન્ડવાજા સહિત બાઈક રેલી સાથે પ્રસ્થાન કરીને માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યા હતા. સરપંચ સંમેલનમાં એકઠી થયેલા આ ભીડ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમમાં હાજર રહેલાં મહાનુભાવો

આ કાર્યક્રમને સુંદર રીતે પૂરો પાડવા માટે શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી, પીન્ટુભાઈ ચુડાસમા, પ્રફુલભાઈ ટોળીયા, યુવા ભાજપ પ્રમુખ રવિ કાલરીયા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજા, અરવિંદભાઈ રૈયાણી ઉપરાંત સાસંદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના ભાજપ સંગઠન અને વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. સત્તા પક્ષ દ્વારા જ આ પ્રકારની બેદરકારી રાખવામાં આવશે તો અવશ્ય જ કોરોનાની ત્રીજી લહેર ગુજરાતમાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud