વાલિયા-નેત્રંગ તાલુકામાં આર.આર.ઇન્ફો પ્રોજેકટ કંપનીની 3 સાઈટ પરથી 360 પાઈપની ચોરી થઈ હતી
ટોળકી ટેમ્પા લઈ આવી કાર દ્વારા પાઈલોટિંગ કરી પાઇપો ચોરી કરતી હતી
ચાર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના દિવસોમાં ચોરીમાં સંડોવાયેલ રાજસ્થાન, UP અને હરિયાણાના આરોપીઓને પકડી લીધા, 2 આરોપી વોન્ટેડ
WatchGujarat. વાલિયા-નેત્રંગ તાલુકામાં આર.આર.ઇન્ફો પ્રોજેકટ કંપનીની 3 સાઈટ પરથી ચોરી થયેલી 360 પાઈપો ભરેલા 5 ટેમ્પો અને એક કાર મળી કુલ 75.84 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 રાજ્યોના 17 ઇસમોને પોલીસે ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
વાલિયા તાલુકાનાં કવચિયા ગામના બસ સ્ટેન્ડ અને નેત્રંગ તાલુકાનાં દોલતપૂર ગામની સીમમાં આર.આર.ઇન્ફો પ્રોજેકટ કંપની દ્વારા વાલિયા-નેત્રંગ તાલુકામાં કરજણ ડેમમાંથી રિજિયોનલ વોટર સપ્લાય પેકેજ-2 માટેની પાઇપ લાઈન નાખવાની કામગિરી હાલ ચાલી રહી છે. જે સાઇટો પર મૂકવામાં આવેલ પાઇપની ચોરીની ઘટનાઑ સામે આવી રહી હતી.
વાલિયા અને નેત્રંગ તાલુકામાં કરજણ જળાશય યોજના હેઠળ પાણીની લાઈનો બિછાવવાની ચાલી રહેલી કામગીરીમાં પાઇપોની એક બાદ એક ચોરીની ઘટનાઓને લઈ નેત્રંગ, વાલિયા સહિત 4 પોલીસ મથકોની ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસની તપાસ દરમિયાન નેતરંગના પાટિખેડા ગામની સાઈડ ઉપર ટેમ્પો નંબર-એચ.આર.47.ઇ.2222 અને અન્ય ટેમ્પો નંબર-એચ.આર.73.એ.7130 તેમજ ફોર વ્હીલ ગાડી નંબર-એચ.આર. 74.એ.9283 મળી આવી હતી.
રાતના અંધારામાં કેટલાક ઈસમો પાઇપોની ચોરી કરી ટેમ્પમાં ભરી રહ્યા હતા. જ્યારે કારમાં બેસેલા શખ્સો દેખરેખ રાખી રહ્યાં હતાં. નેત્રંગ પોલીસે દરોડા પાડી ટેમ્પોમાં ભરેલ 12 નંગ પાઇપ અને 3 વાહનો મળી કુલ રૂ. 23.16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને રાજસ્થાનના ચિરાગ ગામના દર્શનસિંહ બિસનસિંહ ગરીયા, ફતેમહમદ પ્રતાપખાન મિયાં, હરદયાલ મુન્નીલાલ યાદવ સહિત 13 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
જેઓની પૂછપરછ કરતાં તેઓએ વાલિયા-નેત્રંગની સાઇટો પરથી 3 ટેમ્પોમાં 360 નંગ પાઇપ હરિયાણા ખાતે મોકલ્યા હોવાનું જણાવતા જ ભરુચ જિલ્લા પોલીસ દ્વારા વાલિયા, નેત્રંગ, અંકલેશ્વર જી.આઈ.ડી.સી., સિટી પોલીસ મથકની અલગ અલગ 4 ટીમો બનાવી રાજસ્થાન રવાના કરવામાં આવી હતી.
રાજસ્થાનના નસિરાબાદ પોલીસની મદદથી ચોરીની પાઇપો ભરેલ ત્રણ ટેમ્પો સાથે ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. આમ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી 17 ઇસમોને ઝડપી પાડી કુલ રૂ. 75.84 લાખની ચોરીની પાઇપો કબ્જે કરી છે. જ્યારે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકી રાત્રિના સમયે પાઇપો ચોરી હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન લઈ જતી હોવાનું બહાર આવ્યું છે.