શહેરની છાણી પોલીસ ઉંઘતી ઝડપાઇ, પીસીબી પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડયો
વડોદરાના દશરથ ગામે દારૂ વેચાણ કરતાં સાસુ તથા જમાઈની અટકાયત કરવામાં આવી
ગામના તળાવની અંદર દારૂ અને બિયરનો જથ્થો સંતાડી સાસુ-જમાઈ વેચાણ કરતાં હતાં
આ મામલે દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક શખ્સના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી
WatchGujarat. વડોદરા શહેરની છાણી પોલીસ આજે ઉંઘતી ઝડપાઈ હતી. શહેરના દશરથ ગામેથી આજે પીસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના દશરથ ગામે દારૂનું વેચાણ કરતાં સાસુ અને જણાઈને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. એટલું જ નહીં સાસુ-જમાઈની આ જોડીએ એવી જગ્યા એ દારૂ સંતાડ્યો હતો કે કોઈને અંદાજો ન લગાવી શકે. પીસીબી પોલીસ ટીમે બાતમીના આધારે તપાસ કરતાં ગામના તળાવમાંથી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યા હતો. જે બાદ આ બન્ને સાસુ તથા જમાઈને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૂના 10 પાઉચ અને બીયરના 120 ટીન સહિત 28 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી છે. જેમાં દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક શખ્સના સગડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.
વડોદરા શહેર પીસીબી પોલીસની ચોક્કસ માહિતી મળી હતી કે, દશરથ ગામ નજીક આવેલા તળાવ નજીક કમલેશભાઈ માળી તથા તેની સાસુ મંજુલાબેન માળી (બંને રહે- માળી મોહલ્લો ,દશરથ ગામ, વડોદરા )વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ દારૂનો જથ્થો તળાવમાં અલગ-અલગ જગ્યાએ થેલામાં સંતાડ્યો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે એ મુજબ તપાસ કરતાં તળાવમાંથી દારૂના 10 પાઉચ અને બીયરના 120 ટીન મળી આવ્યા હતા. જે બાદ પોલીસે દારૂના જથ્થા સાથે મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 3300 મળી કુલ 28,700 ની મત્તા કબજે કરી હતી. સાસુૃ-જમાઈની આ જોડીએ આ દારૂનો જથ્થો રણોલી બ્રિજ પાસે આવેલા માળી મહોલ્લામાં રહેતા રાજેશ માળી પાસેથી વેચાણ અર્થે ખરીદ્યો હોવાની કબુલાત કરી હતી. જે બાદ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે છાણી પોલીસે બંને આરોપીઓની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી.
- શહેરની છાણી પોલીસ ઉંઘતી ઝડપાઇ, પીસીબી પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડયો
- વડોદરાના દશરથ ગામે દારૂ વેચાણ કરતાં સાસુ તથા જમાઈની અટકાયત કરવામાં આવી
- ગામના તળાવની અંદર દારૂ અને બિયરનો જથ્થો સંતાડી સાસુ-જમાઈ વેચાણ કરતાં હતાં
- આ મામલે દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક શખ્સના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી