• સુરતમાં એક કરૂણ ઘટના સામે આવી
  • શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષીય બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઈ જતા મોત
  • બાળકીના પિતા જ ટ્રેક્ટર રીવર્સ લઈ રહ્યા હતા, પરિવારમાં શોકનો માહોલ
  • દીકરીનું પોતાની જ બેદરકારીથી મોત થયું હોવાનું લાગતા પિતાનો શોકમાં ગરકાવ

WatchGujarat. સુરતમાં એક કરુણ ઘટના સામે આવી છે. શ્રમજીવી પરિવારમાં પિતા રીવર્સ ટ્રેક્ટર લઇ રહ્યા હતા તે વેળાએ તેઓની જ ત્રણ વર્ષીય પુત્રી ટ્રેકટર નીચે કચડાઈ જતા મોતને ભેટી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ મામલે મળતી વિગતો અનુસાર સુરેશભાઈ બારીયા મૂળ જાલોદના રહેવાસી છે અને તેઓ છેલ્લા ત્રણ મહિનાથી અડાજણ પાલના નવ નિર્મિત કોમ્પ્લેક્સ શ્રીપથમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચાલવે છે. તેઓને પરિવારમાં પત્ની અને બે માસુમ દીકરીઓ છે. સવારના સમયે કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં પડેલું છારું ભરવાનું કામ મળતા ટ્રેકટર મંગાવ્યું હતું. અને તેઓ કામગીરી કરી રહ્યા હતા.

આ વેળાએ ટ્રેક્ટર રીવર્સ લીધું હતું. જેમાં તેઓની ત્યાં રમી રહેલી ૩ વર્ષીય બાળકી કચડાઈ ગયી હતી. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ દીકરીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી છે. બાળકીની માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. બે માંથી એક દીકરીનું પોતાની જ બેદરકારીથી મોત થયું હોવાનું પિતાને લાગી રહ્યું છે.

વધુમાં મૃતક દીકરી ૩ વર્ષની હતી અને તેનું નામ શીતલ હતું. બીજી તરફ આ બનાવની જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરુ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners