• નાંદોદના ધારીખેડા ગામે મૃતક માતાનું નામ 7/12, 8/અ માંથી કમી કરી આપવાના અવેજરૂપે લાંચની માંગણી કરી હતી
  • રાજપીપળા મામલતદાર કચેરીમાં જ મહિલા તલાટી લાંચ લેતા પકડાતા સરકારી બાબુઓમાં સન્નાટો
WatchGujarat. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે લાંચ લેવામાં મહિલા પુરૂષ સમોવડી બની હોય તેમ ભ્રષ્ટાચારમાં મહિલા સશક્તિકરણનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા રેવન્યુ તલાટી નિમિષા રાવત ધારીખેડા ગામના એક નાગરિકના મૃતક માતાનું નામ કમી કરવાના નામે ₹1000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાઇ ગઈ હતી.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સેજાના રેવન્યુ તલાટી વર્ગ-3 ને ગામના એક જાગૃત નાગરિકે પોતાના માતાજી મૃત્યુ થતા જમીનના 7/12 તથા 8-અ માંથી તેઓનું નામ કમી કરાવવા ગયા હતા. નામ કમી કરી આપવાના અવેજ પેટે મહિલા તલાટીએ પ્રથમ ₹1000 ની માંગણી કરી હતી. જે લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ ACB નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
રાજપીપળા ACB પી.આઇ બી.ડી.રાઠવા અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કરતા આ તલાટી નિમિષા રાવતનો ફરિયાદીએ સંપર્ક કર્યો હતો. મહિલા તલાટીએ મામલતદાર કચેરી ખાતે હોવાનું જણાવતા ફરિયાદી ત્યાં પોહચતા ₹1000 ની લાંચની માંગણી પ્રમાણે રોકડ રકમ સ્વીકારતા ACB ના હાથે રેવન્યુ તલાટી નિમિષાબેન બળદેવભાઈ રાવત ઝડપાઇ ગયા હતા. મહિલા તલાટી વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હવે આગળની તાપસ વડોદરા ACBના મદદનીશ નિયામક એસ.એ. ગઢવી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલાજ મામલતદાર કચેરીમાં ભોઈ તળિયે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દિલીપ તરૈયા પણ ACBના છટકામાં રંગેહાથ ઝડપાયા હતા. ત્યારે આજે ફરી આ કચેરીમાં રેવન્યુ તલાટી પણ લાંચ લેતા ઝાડપાતા ટૂંકા સમયમાં એકજ કચેરીના અલગ અલગ વિભાગમાં ACB એ લાંચીયા કર્મચારીઓને પકડી ગુનો દાખલ કરતા સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud