આજનું પંચાંગ
તારીખ :૦૨/૦૯/૨૦૨૧
વાર :- ગુરૂવાર
માસ :-શ્રાવણ
પક્ષ :- કૃષ્ણ
તિથિ :- એકાદશી (અહોરાત્ર)
નક્ષત્ર:- આદ્રા
યોગ :- સિદ્ધિ
કરણ:- બવ
ચંદ્ર :- મિથુન
સૂર્ય :- સિંહ
સૂર્યોદય :- ૦૬:૨૧
સૂર્યાસ્ત:- ૧૮:૫૧
રાહુકાળ:- ૧૪:૧૦ થી ૧૫:૪૪
અભિજિત:- ૧૨:૧૨ થી ૧૩:૦૨
ગોચર :- ગુરુ=કુંભ|શનિ=મકર|રાહુ=વૃષભ|સૂર્ય-મંગળ=સિંહ|શુક્ર-બુધ=કન્યા|કેતુ=વૃશ્ચિક/ચંદ્ર-મિથુન.
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)
મેષ-(અ,લ,ઇ):-અજય લાગણી અને હૂંફની પ્રતીતિ કરાવતો દિવસ શુભ રહે તથા સામાજિક કાર્ય કરવા સાનુકૂળતા બની રહે.
વૃષભ-(બ,વ,ઉ):- આજે મનમાં દ્વિધા ઓ રહે તેથી કાર્ય અડચણ રહે, શાંતિથી દિવસ પસાર કરવો કોઈ સાહસ કરવું નહીં.
મિથુન-(ક,છ,ઘ):-આજે આત્મવિશ્વાસમાં વધારો થાય કાર્ય સરળ થતા મન પ્રસન્નતા અનુભવે નવા કાર્યોની શરૂઆત થતા લાભ થાય.
કર્ક:- (ડ,હ):- આજે સમયનું ધ્યાન રાખી સમયસર કાર્ય કરવું તથા કોઈ એક જ કામ સારી રીતે કરવા પ્રયત્ન કરવો જેથી તમારી શાખ સચવાઈ જશે.
સિંહ-(મ,ટ):- આજે ખરીદ-વેચાણમાં સાનુકૂળતા બની રહે તથા તમારી વાણીની મીઠાશ છે લોકો પ્રભાવિત થઈ તમને સારો લાભ કરાવી શકે તેમ છે.
કન્યા-(પ,ઠ,ણ):- આજે તમારી નિર્ણયશક્તિ ઉજાગર થાય જમીન મિલકતને લગતા પ્રશ્નો હલ થાય મન શાંત રહે કામ કાજમા ખૂબ જ સારી સાનુકૂળતા બની રહે.
તુલા-(ર,ત):-આજે બને તેટલા નમ્ર બનવાનો પ્રયત્ન કરજો કોઈક તમને ખોટી રીતે છેતરે નહિ તેનું ધ્યાન રાખવું તથા કામકાજમાં આત્મવિશ્વાસની ઊણપ પણ વર્તાયા કરે.
વૃશ્ચિક :-આજે સ્વાસ્થ્ય સમસ્યાને લીધે કાર્ય ધાર્યા પ્રમાણે થાય નહીં ચિંતાઓ બની રહે કામકાજ અટવાય કરે તથા શત્રુઓ અડચણો ઊભી કરે.
ધન-(ભ,ફ,ધ,ઢ):- આજે વેપાર-ધંધામાં વૃદ્ધિ કરતો દિવસ ઉત્તમ રહે ઘર-પરિવારમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય હળવાશની પળો માણી શકો.
મકર-( ખ,જ) :- આજે ઋણમાંથી મુક્તિ અપાવતા દિવસ નવા કાર્યોની શરૂઆત કરી શકાય તથા ગ્રહબળ સારું રહે.
કુંભ-(ગ,શ,ષ,સ):- આજે ધર્મ કાર્ય કરવાથી મન શાંત થાય તથા દરેક વ્યક્તિ સાથે સારો વ્યવહાર તે તમારું કર્મ સુધારી તમને લાભ કરાવી શકે છે.
મીન-(દ,ચ,ઝ,,થ):- આજે શાંત રહેવું સમયનું ધ્યાન રાખી કાર્ય કરવું તથા કોઈની સાથે કારણ વગર વાતચીતથી દૂર રહી કામકાજ કરવું.