• પત્ની પૂરતો સમય ન આપતી હોવાથી પતિએ શારીરિક સંબંધ માટે અન્ય સ્ત્રી સાથે અફેર કર્યું
  • 10 વર્ષની દિકરી પિતાને વીડિયો કોલ પર વાત કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.
  • મહિલાએ 181 હેલ્પલાઇનને મદદ કરવા કહ્યું હતું
  • હેલ્પલાઇનના સભ્યોએ પતિ પાસેથી લેખિતમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ નહીં રાખવા ખાતરી આપતા મામલો થાળે પાડ્યો.

WatchGujarat. અમદાવાદમાં વેજલપુરની મહિલાએ અભયમ હેલ્પલાઇનને ફોન કરીને તેમના લગ્નજીવનને તૂટતું બચાવવા આજીજી કરી હતી. મહિલાએ એવી રજૂઆત કરી હતી કે, તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેના કારણે લગ્ન જીવન તૂટવાને આરે છે. મહિલાએ ફ્લેટના બ્લોકમાં દોડી જોઇને બુમરાણ મચાવી હતી. અભયમ હેલ્પલાઇનના સભ્યો ત્યાં પહોંચ્યા હતા. પત્નીએ હેલ્પલાઇનના સભ્યોને જણાવ્યું હતું કે, તેમના લગ્નને 18 વર્ષ થયા છે તેમને 10 વર્ષની દિકરી છે. છેલ્લા ઘણા સમયથી તેમના પતિ કોઇ અન્ય મહિલા સાથે અફેર ધરાવે છે તેના માટે થઇને તે પત્નીને રોજે માર મારતો હતો. તેમની દીકરીએ પિતાને વીડિયો કોલ પર વાત કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. તેમ છતાં પોતાની ભૂલ પકડાય નહીં તે માટે મોબાઇલ તોડી નાખ્યો હતો. પતિએ તેને પૂરતો સમય આપતી નથી તેથી શારીરિક સંબંધ માટે અન્ય સ્ત્રી સાથે અફેર કર્યું છે.

મળતી માહિતી મુજબ મહિલાએ વહેલી સવારે ચીસાચીસ કરતાં આજુબાજુનાં લોકો ભેગા થઇ ગયા છે. કેટલાકે તેમની 10 વર્ષની દીકરી પાસેથી સમગ્ર ઘટના જાણીને મહિલાને 181 હેલ્પલાઇનને મદદ કરવા કહ્યું હતું. મહિલાએ એવી રજૂઆત કરી હતી કે તેનો પતિ રોજે તેને ઢોર માર મારે છે અને દિકરીને ધમકાવે છે. લોકો ભેગા થઇ જતા તેનો પતિ ભાગવાનો પ્રયત્ન કરતો હતો દરમિયાનમાં પડોશીઓએ તેને ઝડપી લીધો હતો. પોતાની ચોરી પકડાય નહીં તે ડરથી તેણે મોબાઇલ તોડી નાખ્યો હતો જેથી વીડિયો કોલ કર્યો હોવાના પુરાવા મળે નહીં. બાદમાં હેલ્પલાઇનની ટીમ આવી જતા તેના પતિને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. તેના ડરથી તેણે સ્વીકારી લીધું હતુ કે તેની પત્ની તેને પૂરતો સમય નથી આપતી તેથી શારીરિક સંબંધ માટે અન્ય મહિલા સાથે અફેર કર્યું હતુ અને અવાર નવાર તેની ઘરે જાય છે.

મિડીયા રિપોર્ટ અનુસાર મહિલાના પતિને કોલ ડિટેઇલ કઢાવવાની ધમકી આપવામાં આવી હતી. તેનાથી ડરીને તેણે સ્વીકાર્યુ હતુ કે તેની પત્ની આખો દિવસ દીકરી પાછળ વ્યસ્ત રહે છે અને મને સુખ આપતી નથી. તેનાં કારણે હું અન્ય સ્ત્રી સાથે છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધમાં છું. આ સાંભળીને મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને પતિ સાથે છૂટાછેડા લેવા જીદ પકડી હતી. પરંતુ હેલ્પલાઇનના સભ્યોએ પતિ પાસેથી લેખિતમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ નહીં રાખવા ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud