• પડતર પ્રશ્નો ઉકેલવાની સરકારની ખાતરી બાદ અમલ ન થતાં રોષ
  • 10 હજાર સરકારી ડોક્ટરોની આજથી હડતાળ : OPD- ઇમરજન્સી સેવા બંધ
  • સિવિલના 450 ડોક્ટરો હડતાળમાં જોડાશે, દર્દીઓની ફજેતી થશે

WatchGujarat.કેન્દ્રના પગાર ધોરણ મુજબ લાભો આપવામાં આડોડાઇ સહિતના વિવિધ પ્રશ્ને ગુજરાતની સરકારી હોસ્પિટલોના 10 હજાર જેટલા ડોક્ટરો ચોથી એપ્રિલના સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરશે. જે પૈકી અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં 450 જેટલા ડોક્ટરો હડતાળમાં જોડાવાના છે. ઓપીડી ઉપરાંત ઇમરજન્સી સેવાથી પણ ડોક્ટરો અળગા રહેશે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકીની સ્થિતિનો સામનો કરવો પડશે તે નક્કી છે.

મિડીયા રિપોર્ટ મુજબ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશનના પ્રમુખ ડો રજનીશ પટેલે જણાવ્યું હતુ કે 10 હજાર સરકારી ડોક્ટરો ચોથી એપ્રિલના સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે. છેલ્લે સરકાર સાથે બેઠક યોજાઇ ત્યારા ડોક્ટરોના પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી બાયંધરી અપાઇ હતી. પરંતુ 31મી માર્ચ 2022 સુધીમાં ઠરાવ કરવાનું જે વચન આપ્યુ હતુ તે કર્યુ નથી. આમ લોભો નહિ આપીને સરકારે કોરોના વોરિયર્સ સાથે દ્રોહ કર્યો છે તેવી તબીબી આલમની લાગણી છે. તબીબી આગેવાનોએ કહ્યુ કે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, જીએમઇઆરએસ, ઇન સર્વિસ ડોકટર્સ, હેલ્થ સર્વિસ, મેડિકલ સર્વિસ, ઇએસઆઇએસના તબીબો હડતાળમાં સામેલ થશે. તેમ ગુજરાત ગવર્નમેન્ટ ડોક્ટર્સ ફોરમના આગેવાનોએ જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 20મી જાન્યુઆરીએ હડતાળના એલાન સંર્દર્ભે મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે વિવિધ ડોક્ટરો, ડેન્ટલ કેડરના તમામ પ્રશ્નો અને માગણીઓનો સ્વીકાર કરાયો છે. જો કે આ જાહેરાતના અમલ માટે ઠરાવ કે પરિપત્ર કરાયા નથી. તેવો દાવો તબીબોએ કર્યો છે. અમલીકરણ અને વહીવટી બાબતોના પ્રશ્નોને ગૂંચવી નાખ્યા છે. કેન્દ્રના પગાર પંચ મુજબ લાભો આપવામાં વિલંબ કરાય છે. એ પછી નાણાકીય બોજ ગણી લાભો આપવામાં ગતકડાં કરાય છે. તબીબોની બેઠકમાં એક જ સૂર નિકળ્યો છે કે, સરકાર દ્વારા ખાતરી અપાઇ છે પરંતુ સરકારની જાહેરાત ઉપર તબીબોને વિશ્વાસ નથી એટલે જ અચોક્કસ મુદ્દતની હડતાળનું ફરી એલાન અપાયું છે.

Facebook Comments Box

Videos

Our Partners