એક જ અઠવાડિયામાં બીજી વખત અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા CNG અને PNG ગેસના ભાવમાં વધારો કરાયો
કેન્દ્ર સરકારે ભારતમાં ઉત્પાદિત થયેલા ગેસના ટેરિફમાં વધારો કર્યા બાદ ગત સપ્તાહમાં અદાણીએ બંને ગેસના ભાવમાં વધારો કર્યો હતો
રાજ્ય સરકારની કંપની ગુજરાત ગેસ દ્વારા પણ CNG અને PNGના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો
CNG ના ભાવમાં વધારો થતાં લોકલ ટ્રાન્સપોર્ટ સહિતના ભાડા વધશે
WatchGujarat. તહેવારોની સીઝન ચાલુ થતાં જ મધ્યમ વર્ગ પર મોંઘવારીની બેવડી માર પડી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ હવે અદાણીએ CNG અને PNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. અદાણી ગેસ દ્વારા તેના પાઈપ લાઈન ગેસ (PNG) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) બંનેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વધતી જતી મોંઘવારી વચ્ચે હવે તહેવારના સમયમાં ગેસમાં ભાવ વધારો થતાં લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. ગત સપ્તાહમાં જ કેન્દ્ર સરકારે ભારતમાં ઉત્પાદિત થયેલા ગેસના ટેરિફમાં વધારો કર્યા બાદ અદાણીએ પોતાના CNG અને PNG બંને ગેસના ભાવમાં વધારો કર્યો હતો.
PNG ની કિંમત રૂ. 991.20, CNG ની નવી કિંમત રૂ. 59.86 થઈ
અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા અમદાવાદમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1 રૂ. નો વધારો કરાયો છે. CNG નો પહેલા ભાવ પ્રતિ કિલો રૂ. 58.86 હતો તે વધીને પ્રતિ કિલો રૂ. 59.86 થઈ ગયો છે. જ્યારે વડોદરા માટે કંપનીએ CNGના ભાવમાં વધારો કરતાં પ્રતિ કિલો 58.79 રૂપિયા થયા છે. ATGL ની વેબસાઇટ અનુસાર કંપનીએ સુરેન્દ્રનગર, પોરબંદર, નવસારી, ખેડા અને બરવાળા સહિતના વિસ્તારોમાં પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. આ ઉપરાંત અદાણી ગ્રુપ કંપનીએ અમદાવાદમાં રહેણાંક પાઈપ લાઈન ગેસ (PNG)ની કિંમતમાં વધારો કરીને પ્રતિ મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ્સ (mmbtu) દીઠ 991.20 રૂપિયા કરી દીધી છે. જે 1.60 mmbtu સુધીની દ્વિમાસિક ખપત છે.
ઘરેલુ ગેસ અને CNG માં પણ મોંઘવારીએ માઝા મુકી હોય તેમ ATGL એ ફરી એક વખત સીએનજી અને રેસિડેન્શિયલ પાઇપ નેચરલ ગેસ ની છૂટક કિંમતમાં 6 ઓક્ટોબરથી વધારો અમલમાં કર્યો છે. એક અઠવાડિયામાં ફરી ભાવ વધારો થતાં લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની કંપની ગુજરાત ગેસ દ્વારા પણ CNG અને PNGના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. CNGના ભાવમાં વધારો થતાં લોકલ ટ્રાન્સપોર્ટ સહિતના ભાડા વધશે જેનાથી તહેવારોની આ સીઝનમાં સામાન્ય વર્ગ મોંઘવારીનો વધુ એક માર પડશે. પેટ્રોલ ડીઝલ અને ગેસના વધતા ભાવ વચ્ચે સૌથી વધુ નોકરિયાત મધ્યમ વર્ગ પિસાઈ રહ્યો છે. વધતી જતી મોંઘવારી સામે નીચુ પગાર ધોરણના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
- એક જ અઠવાડિયામાં બીજી વખત અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા CNG અને PNG ગેસના ભાવમાં વધારો કરાયો
- કેન્દ્ર સરકારે ભારતમાં ઉત્પાદિત થયેલા ગેસના ટેરિફમાં વધારો કર્યા બાદ ગત સપ્તાહમાં અદાણીએ બંને ગેસના ભાવમાં વધારો કર્યો હતો
- રાજ્ય સરકારની કંપની ગુજરાત ગેસ દ્વારા પણ CNG અને PNGના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો
- CNG ના ભાવમાં વધારો થતાં લોકલ ટ્રાન્સપોર્ટ સહિતના ભાડા વધશે