• આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતી સિસ્ટમથી
  • વિડિયો એનાલિટિક્સ સિસ્ટમથી સજ્જ હોય તેવું દેશનું સૌપ્રથમ એરપોર્ટ હવે અમદાવાદ
  • ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત વિડિયો કન્ટેન્ટ એનાલિટિક્સ કટોકટીની સ્થિતિમાં મુસાફરો સુધી પહોંચવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે – જીત અદાણી

WatchGujarat. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે કોઇ મુસાફર સ્વાસ્થ્ય કથળતાં પડી જાય કે અન્ય કોઇ ઈમરજન્સીની સ્થિતિ સર્જાય તો તેને માત્ર 45 સેકન્ડમાં જ સહાય મળી જશે. કેમકે, અમદાવાદ એરપોર્ટમાં વિડીયો એનાલિટિક્સનો પ્રારંભ શરૃ કરાયો છે. વિડીયો એનાલિટિક્સ દ્વારા મુસાફરોને મદદ કરનારું અમદાવાદ દેશનું સૌપ્રથમ એરપોર્ટ બની ગયું છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત આ વિશેષ સુવિધાથી મુસાફરોને 45 સેકન્ડથી ઓછા સમયમાં મદદ મળી રહેશે. જેના માટે એરપોર્ટમાં અત્યાધુનિક સ્માર્ટ ડિટેક્શન ટેક્નિક્નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની આ સર્વિસ દ્વારા શંકાસ્પદ મુસાફરોને શોધી કાઢવામાં પણ મદદ મળશે. એરપોર્ટમાં ડેસ્ક ઓફ ગૂડનેસ સર્વિસનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકો, બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ, વ્હીલચેરની જરૃરિયાત ધરાવતા મુસાફરોને ત્વરિત સેવા આપવાનો છે. સ્માર્ટ ટેબથી સંચાલિત આ સિસ્ટમ પેસેન્જરના પડી જવા, ભાગી જવા કે અસામાન્ય વર્તણૂકોને શોધી કાઢે છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ સાથે સંકલિત સર્વેલન્સ કેમેરા ચોક્કસ અલ્ગોરિધમને આધારે મુસાફરોની વર્તણૂકમાં કોઇ વિસંગતતા જોતાં જ ચેતવણી આપે છે. ગૂડનેસ ચેમ્પિયન્સને સ્માર્ટ ટેબ પર ચેતવણી મળતાં જ તેઓ ૪૫ સેકન્ડની અંદર પેસેન્જરની મદદ દોડી જાય છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર જીત અદાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત વિડિયો કન્ટેન્ટ એનાલિટિક્સ કટોકટીની સ્થિતિમાં મુસાફરો સુધી પહોંચવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

Facebook Comments Box

Videos

Our Partners