• બે દિવસથી લક્ષણ જણાતા ગઈ કાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો
  • શહેર પ્રમુખ અમિત શાહ SVP હોસ્પિટલમાં દાખલ
  • પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી કોરોના પોઝીટીવ

Watchgujarat.અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે ખળભળાટ મચી ગયો છે. ત્રીજી લહેર દસ્તક આપી ચૂકી હોય તેવા હાલ રાજ્યમાં જોવા મળી રહ્યા છે. જાહેર કાર્યક્રમમો કરતી સરકારનાં એક પછી એક મંત્રીઓ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. હવે અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. મહત્વની વાત એ છે કે મંગળવારે  રિવરફ્રન્ટ સ્થિત કાર્યક્રમમાં ધર્મચાર્ય આશીર્વાદ સમારોહમાં તેઓ હાજર હતા.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે.અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને બે દિવસથી લક્ષણ જણાતા ગઈ કાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. SVP હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ થયા છે. શહેર પ્રમુખ અમિત શાહ મંગળવારે  રિવરફ્રન્ટ સ્થિત કાર્યક્રમમાં ધર્મચાર્ય આશીર્વાદ સમારોહમાં તેઓ હાજર હતા. તેઓ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. વર્ષ 2021માં દિવાળી સમયે કોરોના સંક્રમિત થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. એકલા અમદાવાદ શહેરમાં જ કોરોનાના નવા 1637 કેસ નોંધાયા છે. છેલ્લા 5 દિવસ દરમિયાન નોંધાયેલા કેસ પર નજર કરીએ તો કોરોનાનો ગ્રાફ ડરાવી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં દરરોજ સરેરાશ 1 હજાર કેસ વધી રહ્યા છે. 3 જાન્યુ.એ 1259 કેસ નોંધાયા  તો 4 જાન્યુ.એ 2265 કેસ નોંધાયા અને આજે 3350 કેસ નોંધાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud