ડ્રગનું રેકેટ ચલાવનાર મુંબઈના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
દુબઈથી રોજ 30 કિલો એમ.ડી. ડ્રગ્સ આરોપીઓને મળતું હોવાનું સામે આવ્યું
ક્રાઈમ બ્રાન્ચે 2019માં પકડેલ લાખોના ડ્રગ્સના મામલે હાલ પકડાયેલ બંને મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું
WatchGujarat. દેશભરમાં એમ.ડી. ડ્રગનું રેકેટ ચલાવનાર મુંબઈના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગત રોજ ધરપકડ કરી છે. આ માસ્ટર માઇડ બહાર ગામથી ડ્રગ્સનો મોટો જથ્થો મંગાવીને અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંનેની મોડસ ઓપરેન્ડી પ્રમાણે દુબઈથી રોજ 30 કિલો એમ.ડી. ડ્રગ્સ આરોપીઓને મળતું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડ્રગ્સ કાંડમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓ પરવેઝ ખાન અને મોહમ્મદ આરીફ ભુજવાલા દેશના યુવાનોને બરબાદ કરવામાં લાગ્યા હતા. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે બન્નેના રેકેટનો પર્દાફાશ કરીને ડ્રગ માફિયા કોણ છે. તેનું નામ જાહેર કરી દીધું છે. ક્રાઈમ બ્રાન્ચે 2019માં 1.46 કરોડનું ડ્રગ પકડેલ અને જેમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. તે મામલે આ બન્ને આરોપીઓ મુખ્ય હોવાનું સામે આવ્યું હતું અને જેમાં આ બન્ને ની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ બંન્ને આરોપીઓને મુંબઈના સિકંદર નામનો આરોપી ડ્રગ પૂરું પાડતો હતો. અને આ બન્ને દેશભરમાં એમ.ડી. ડ્રગનું સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે કે સિકંદરને દુબઈમાં બેઠા કૈલાશ રાજપૂત નામનો વ્યક્તિ આ ડ્રગ મોકલતો હતો.
આ મામલે આશ્રર્યજનક વાત આવી સામે આવી છે કે, રોજ 30 કિલો એમ.ડી. આપતો હોવાનું સામે આવ્યું છે. સવાલ એ ઉભો થાય છે કે આ લોકો આટલા વર્ષમાં ગુજરાતમાં કેટલા કરોડનું ડ્રગ સપ્લાય કરી ચુક્યા છે. અમદાવાદ અથવા ગુજરાતમાં આ લોકોના અન્ય કેટલા સાગરીતો છે. તે તમામ સવાલોના જવાબ મેળવવા ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી ચુડાસમાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ રેકેટના તમામ લોકોની તપાસ કરવામાં આવશે અને દુબઈથી કઈ રીતે ડ્રગ આવતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે.