• પ્રોજેકટની ડિઝાઇનનું કામ સાબરમતી રિવરફ્રન્ટ તૈયાર કરનારા બિમલ પટેલને સોંપવામાં આવ્યું
  • સાબરમતિ આશ્રમમાં દરરોજ 3000થી વધુ લોકો સ્મારકની મુલાકાત લે છે

WatchGujarat. અમદાવાદ સાબરમતી આશ્રમને નવો લૂક આપવા માટેની તજવિજ હાથ ધરાઈ છે. જેમાં અધધધ 1200 કરોડના ખર્ચે આશ્રમનું પુનઃસ્થાપન કરવામાં માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સાબરમતી આશ્રમ વિસ્તાર માટે પુનઃવિકાસ દરખાસ્તને કારણે ઘણી ચર્ચા થઈ છે. વ્યાપક ગાંધીવાદી સમુદાય અને સંબંધિત નાગરિકો દ્વારા અનેક ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે બાદ આશ્રમ વિસ્તારનું પુનઃ સ્થાપન પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જે બાદ ગુજરાતમાં ગાંધીજીનો અમૂલ્ય વારસો એવો સાબરમતી આશ્રમ જલ્દી જ મુલાકાતીઓને નવા લુકમાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં આશ્રમ જે જગ્યા પર છે તેનો વિસ્તાર 3 એકરમાં ફેલાયેલો છે. 1917થી 1930 સુધી ખાસ કરીને મહાત્મા ગાંધીનું ઘર હ્રદય કુંજ ગણાતું રહ્યું છે. અહીં ચાર્લ્સ કોરિયા દ્વારા રચાયેલ મ્યુઝિયમ પણ છે. આશ્રમમાં દરરોજ 3000થી વધુ લોકો સ્મારકની મુલાકાત લે છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને અમલમાં મૂકાયો છે. ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 1200 કરોડનો ખર્ચ થશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેકટની ડિઝાઇનનું કામ સાબરમતી રિવરફ્રન્ટ, નવી સંસદના સેન્ટ્રલ વિસ્ટા, વારાણસી કાશી વિશ્વનાથની ડિઝાઇન તૈયાર કરનારા બિમલ પટેલને સોંપવામાં આવી છે.

શું-શું નવુ બનાવાશે

  • ગાંધી આશ્રમના સમગ્ર વિસ્તારને સાઇલન્ટ ઝોન બનાવવામાં આવશે.
  • અહીંના તમામ મકાનોને અલગ અને હેરિટેજ લુક આપવાની પણ ચર્ચા કરાઈ છે.
  • અહીં પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો-ગેલરી બનાવવામાં આવશે.
  • દરેક મુલાકાતીને સાચો સંદેશ પહોંચાડવાની વ્યવસ્થા કરાશે
  • ગાંધી આશ્રમના નવા લુકની સાથે તેની સાદગી પણ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવશે
  • પીએમ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને અમલમાં મૂકાયો

ગાંધીજીના સાબરમતી આશ્રમની આસપાસના વિસ્તારને ડેવલપ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે અને તેની કામગીરી મ્યુનિ. કોર્પોરેશને સોંપાઈ છે. સરકારે ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વેગ આપવા ખેડાના નિવૃત્ત કલેકટર આઈ. કે. પટેલની નિયુક્તિ કરી છે. પીએમ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને અમલમાં મુકવામાં આવી રહ્યો છે.

SAPMTનું માનવું છે કે પારદર્શિતા, સંવાદ અને ભાગીદારી દ્વારા યોજના પોતે વિકસિત થશે અને અમલમાં આવશે. તેને એવી રીતે ચલાવવામાં આવશે કે દરેક મુલાકાતી સુધી સાચો સંદેશ પહોંચે તેવી પણ વ્યવસ્થા કરાશે. જે મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ હશે. એસએપીએમટીના ટ્રસ્ટીઓ ગાંધી પીસ ફાઉન્ડેશન, ગાંધી સ્મારક નિધિ અને સંબંધિત નાગરિકોના પ્રતિનિધિઓને પણ મળ્યા અને તેમની ચિંતાઓ સમજી. તેઓએ કહ્યું કે અમને લાગે છે કે જે પ્રક્રિયા સાથે અમે પરામર્શ શરૂ કરી રહ્યા છીએ તેનાથી અધિકારીઓ સાથે સંવાદમાં અને કોન્સેપ્ટના વિકાસથી ગેરસમજો દૂર કરવાની સાથે ગાંધીજીની સ્મૃતિને પુનઃસ્થાપિત કરવા માટે સક્ષમ બનવું જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud