• અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ(આહના) સાથે સંકળાયેલી 125 હોસ્પિટલોનો આ નિર્ણય
 • સરકારી વિમા કંપનીઓને નોટીસો મોકલવા છતા કોઈ ઉકેલ ન આવતા આ નિર્ણય લેવાયો
 • છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનુ રિવીઝન થતુ નથી, પ્રિમિયમ પણ વધારી દેવાયુ, તેની સામે હોસ્પિટલોને સારવાનો ખર્ચ ઓછો અપાય છે

WatchGujarat. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ(આહના) સાથે સંકળાયેલી શહેરની 125 જેટલી ખાનગી હોસ્પિટલો તેમજ નર્સિંગ હોમ્સ સરકારી વિમા ધારકોને આગમી તા.15 જાન્યુઆરી 2022 પછી કેશલેસ સારવારની સુવિધા બંધ કરવામાં આવશે તેમ એક મીડિયા અહેવાલમાં જણાવ્યુ છે

એક મીડિયા અહેવાલ પ્રમાણે, આહનાના પ્રમુખ ડૉ. ભરત ગઢવી અને સેક્રેટરી વીરેન શાહે જણાવ્યું કે, ઉપરોક્ત મામલે કંપનીઓને નોટીસ મોકલવામાં આવી છે. સરકારી વિમા કંપનીઓએ છેલ્લ પાંચ વર્ષથી ચાર્જનુ કોઈ રિવીઝન કર્યું નથી. જ્યારે તેની સામે વિમા કંપનીઓએ પ્રિમિયમ બેથી ત્રણ ઘણા વધારી દિધા છે. જેની સામે સરકારી વિમા કંપનીઓ સારવારનો જે ખર્ચ આપે છે તે ખર્ચ હોસ્પિટલોને પોષાય તેમ નથી, અલગ-અલગ વિમાની ક્વેરીઓ કાઢીને દર્દીની સારવાર માટે ઓથોરાઈઝેશન આપવામાં ખુબ જ વિલંબ કરવામાં આવે છે.

હોસ્પિટલો દ્વારા ચાર સરકારી વીમા કંપનીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતા કોઈ ઉકેલ ન આવતા આખરે સરકારી વિમાં ધારકો માટે હોસ્પિટલો કેશલેસ સુવિધા બંધ કરશે. જે ચાર સરકારી વિમા કંપનીઓમાં ધી ન્યુ ઈન્ડિયા એસયોરન્સ, ધી ઓરિએન્ટલ ઈન્સયોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિય ઈન્સ્યોરન્સ સામેલ છે.

કેમ હોસ્પિટલો સરકારી વિમાં કંપનીઓની કેશલેસ સુવિધાઓ બંધ કરશે?

 • સરકારી વિમા કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનું રિવિઝન કર્યું નથી
 • 30 દિવસની મર્યાદા હોવા છતા ક્લેઈમ સામેનું પેમેન્ટ મોડુ મળતું હોય છે, એમએસએમઈ એક્ટ પ્રમાણે આ ગંભીર ગુનો છે.
 • વિમા રકમમાંથી મનફાવે તેમ કપાત કરવામાં આવે છે
 • હોસ્પિટલોમાં તમામ સર્વિસિસ-સ્ટાફને લગતા ખર્ચ વધ્યા એટલે સરકારી કંપનીઓના વિમા ધારકોને અપાતી સારવારનો જે ખર્ચ અપાય છે તે પોષય તેમ નથી
 • ચાર્જ નક્કી કરતી વખતે તબીબોની સિનીયોરીટી ધ્યાને રખાતી નથી
 • મુંબઈ સહિતના દેશના મહાનગરોની સરખામણીએ અમદાવાદમાં અપાતા ચાર્જીસમાં 40થી 50 ટકા જેટલો તફાવત છે
 • થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (ટીપીએ) ઓફિસ શનિવારે બંધ હોય છે, ઈરડાએ 24 કલાક ઓફિસ ખુલ્લી રાખવા સુચના છતા કોઈ અમલ નહી
 • ટીપીએમાં ક્લેઈમ માટે ક્લોલિફાઈડ ડોક્ટરો હોતા નથી, અલગ-અલગ ક્વેરી કાઢી સારવાર માટેનો ઓથોરાઈઝેશન આપવમાં વિલંબ કરાય છે.
 • કેટલાય કિસ્સામાં ઓથોરાઈઝેશન અપાય અ દર્દી ડિસ્ચાર્જ થાય ત્યારે ઓથોરાઈઝેશન કેન્સલ થાય છે, જેનાથી હોસ્પિટલોને નુકસાન થાય છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud