• અમદાવાદ ઘાટલોડિયામાં વૃદ્ધ દંપત્તીને ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખવામા આવી હતી
  • પોલીસે સીસીટીવી, ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદ લઈ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં આરોપી મુળ ઝારખંડના હોવાનું બહાર આવ્યું હતું
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા પાછળનુ કારણ ઉકેલી નાખ્યું છે, જેમા જાણવા મળ્યુ હતું કે, દંપત્તિ બુમાબુમ ન કરી બેસે તેના કારણે તેમની હત્યા કરી નાખવામા આવી હતી
  • પોલીસ હાલ હત્યાના ગુનાને લઈ વધુ તપાસ કરી રહી છે, બીજી બાજુ દંપત્તિના ઘરમાંથી માત્ર 500 રૂપિયા ચોરી થયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

WatchGujarat. દિવાળી ટાણે અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં ચકચાર બનેલા ડબલ મર્ડર કેસનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. ક્રાઈમ બ્રન્ચના હાથે ઝડપાયેલા આરોપીઓ જણાવ્યું હતું કે, હત્યાની રાત્રે તેઓ સોસાયટીમાં ફરી રહ્યા હતા. તેમને એવું હતું કે દિવાળીના તહેવાર સમયે કોઈ ઘરમાં સારો એવો કિમતી સામાન મળી જશે. તેઓ જ્યારે વૃદ્ધ દંપત્તિના બ્લોક પાસે પહોંચ્યા ત્યારે ઉપરના માળેથી અવાજ આવી રહ્યો હતો. થોડીવાર રહી જ્યારે તેઓ ઘરમા ઘુસ્યા અને કિમતી સામાનની તલાશ કરી રહ્યા હતા. તે દરમિયાન વૃદ્ધ દંપત્તિએ અવાજ કર્યો હતો. જેથી તે હજી વધુ બુમાબુમ ન કરી બેસે તે કારણે તેમને મોતના ઘાટ ઉતારી દિધા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આમ તો આરોપીઓનો મુખ્ય હેતું લૂંટનો હતો. પણ વૃદ્ધ દંપત્તિ બુમાબુમ કરી બેસશે તેના કારણે તેઓની હત્યા કરી દેવામાં આવી હતી.

અમદાવાદના ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમા વૃદ્ધ દંપત્તિ એકલુ હતુ ત્યારે અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા, જોમણે દંપત્તિ પર હુમલો કરી દિધો હતો અને તેઓના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી દિધા હતા. જેમાં વૃદ્ધ દંપત્તીનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે હત્યારાઓને પકડી પાડવાનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સાથે સમગ્ર હત્યાની તપાસ અમદાવાદ ક્રઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

હત્યાનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદ લીધી હતી. સાથે ઘટના બની હોવાના સ્થળ નજીક સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. જેમાં પોલીસને એક શંકાસ્પદ યુવક નજરે ચઢ્યો હતો. પોલીસે તેની ઓળખ કરી તપાસ કરી હતી અને તે મળી આવ્યો હતો. પોલીસ તેની પુછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને તેણે કબુલ્યું કે તેણે તેના એક સાથી સાથે મળી વૃદ્ધ દંપત્તિની હત્યા કરી છે. તે મુળ ઝારખંડનો વતની હતો અને પારસમણી પાછળના ઝુપડામાં જ રહેતો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હત્યા ક્યાં કારણોસર કરી હોવાની તજવીજ શરૂ કરી હતી.

જેમા પોલીસને જાણવા મળ્યું છે કે, આરોપીઓ મુખ્ય લૂંટના ઈરાદે વૃદ્ધ દંપત્તિના ઘરમા ગયા હતા. ઘરના ઘુસતાજ દંપત્તિએ અવાજ કર્યો હતો. અને તે વધારે બુમાબુમ ન કરી બેસે તે વિચારી હત્યારાઓએ તેમને મોતના ઘાટ ઉતારી દિધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરમાંથી માત્ર 500 રૂપિયાની ચોરી થઈ હોવાનુ બહાર આવ્યું છે. પોલીસ હાલ ગુનાને લઈ વધુ તપાસ કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud