• અદવાદના નિકોલ વિસ્તારમાં બની હતી દિનદહાડે લુંટની ઘટના, 10 કીલો ઉપરાંત ચાંદીના દાગીનાની ચલાવી લુંટ
  • એક્ટીવા સવાર ત્રણ લુંટારૂ સેલ્સમેનની આખમાં મરચાનો પાવડર નાખી 10 કીલો ઉપરાંતની ચાંદીથી ભરેલી બેગ ઝુંટવી રફુચકર થઈ ગયા
  • સમગ્ર મામલે નિકોલ પોલીસે લુંટની કલમો હેઠળ ગુનો નોંધી લુંટારૂઓની ખોજ આરંભી દીધી છે

WatchGujarat.  અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન ગુનાખોરી ખુબ તેજીથી વધી રહી છે. જ્યાં ધોળે દિવસે પણ લુંટારૂઓ ખુલ્લેઆમ લુંટ ચલાવી નાસી જાય છે. આવું જ કંઈ ગત રોજ નિકોલ વિસ્તારમાં હોલસેલ ચાંદીના દાગીના સેલ્સમેન સાથે થયુ હતું. લુંટારૂઓ ધોળે દિવસે સેલ્સમેનની આંખમાં મરચાનો પાવડર નાખી 10 કીલો ઉપરાંતની ચાંદીથી ભરેલી બેગ જેની અંદાજીત કિંમત રૂ.6.20 લાખની ઝુંટવી રફુચકર થઈ ગયા હતા. લુંટની ઘટના બનતા નિકોલ વિસ્તારમાં લોક ટોળા ઉમટી પડયા હતા. સાથે જ બનાવ જાણ પલીસને થતા નિકોલ પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટણ સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે ફરિયાદ નોંધી લુંટારૂઓની ખોજ આરંભી દીધી હતી.

સમગ્ર મામલે પ્રપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતો સંકેત વરદાજી ખટીક (ઉ.19 વર્ષ) માણેક ચોક ખાતે આવેલ મીલન ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાન (હોલસેલમાં ચાંદી વહેંચે છે) માં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. છેલ્લા અગીયાર મહિનાથી સેલ્સમેન તરીકે નોકરી કરતા સંકેતને તે ન્હોતી જાણ કે આ વખતે તેની તાકમાં ત્રણ લુંટારૂ બેઠા હશે. સંકેત તેની સાથે જ નોકરી કરતા મંસાજી કાનાજી ઘાંચી સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં ચોંદીના દાગીના વહેંચી નિકોલના સત્યમ પ્લાઝા પાસે આવી પહોંચ્યો હતો.

મંસાજી એક જ્વેલર્સની દુકાનમાં પેમેન્ટ લેવા ગયો હતો. અને સંકેત જીનલ બંગ્લોઝની સામે રોજ ઉપર એક્ટીવા લઈને ઉભો હતો. સાથે જ તેની પાસે ચાંદીના દાગીનીથી ભરેલી બેગ પણ હતી. આ દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો રોંગ સાઈડ પરથી એક્ટીવા પર આવ્યા હતા. અને સંકેત સાથે ઝપાઝપી કરી તેની આંખમા મરચાનો પાવડર નાખી ચાંદીથી ભરેલી બેગ કે જેમા 10 કીલો ઉપરાંતનું ચાંદી જેની કિંમત રૂ.6.20 લાખની લઈ ઝુંટવી રફુચકર થઈ ગયા હતા. લુંટનો બનાવ સંકેતે બુમાબુમ કરી મુકી હતી જેથી આજુબાજુના અનેક લોકો સંકેત પાસે આવી ગયા હતા.

દિનદહાડે લુંટની આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં મચીજવા પામી હતી. સાથે જ બનાવની જાણ પોલીસને થતા નિકોલ પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લુંટારૂ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેમની ખોજ આરંભી દીધી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud