• અમરેલી જિલ્લામાં એક સાધ્વીની હત્યાની ઘટના સામે આવી
  • રાજુલાના ખાખબાઈ ગામ નજીક આવેલ ઓમ નારાયણ આશ્રમના સાધ્વીની હત્યા કરવામાં આવી
  • સાધ્વી સમગ્ર પંથકમાં માતાજી તરીકે પ્રખ્યાત હતા

WatchGujarat. અમરેલી જિલ્લામાં એક સાધ્વીની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં રાજુલાના ખાખબાઈ ગામ નજીક આવેલ ઓમ નારાયણ આશ્રમના સાધ્વીની હત્યા કરવામાં આવી છે. આશ્રમમાં સાધ્વી તરીકે કામ કરતા આ મહિલાની આશ્રમમાં જ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સાધ્વી સમગ્ર પંથકમાં માતાજી તરીકે પ્રખ્યાત હતા. ત્યારે સાધ્વીની હત્યાને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલાથી એક કીમીનાં અંતરે આવેલા ખાખબાઈ ગામના રસ્તા ઉપર એક નમો નારાયણ આશ્રમ આવેલો છે. જ્યાં રેખાબેન નામના સાધ્વી પૂજારી તરીકે કાર્યરત હતા. ગઈકાલે તીક્ષ્ણ ઘા મારીને હત્યા કરેલો તેમનો મૃતદેહ આશ્રમમાંથી મળી આવ્યો હતો. ત્યારે ગામ લોકોમાં પણ તેમની હત્યાથી કુતૂહલ સર્જાયુ હતું. સાધ્વીની હત્યાની આ ઘટના અંગે જાણ થતાની સાથે મોટી સંખ્યામાં ગામ લોકો આશ્રમ દોડી ગયા હતા. અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

આ ગંભીર બનાવ અંગેની જાણ થતાં જ અમરેલી એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ નજીકના વ્યક્તિએ હત્યા કરી હોવાનું લાગે છે. આશ્રમમાં છેલ્લા લાંબા સમયથી સેવાપૂજા કરતા અને સમગ્ર પંથકમાં માતાજી તરીકે ઓળખાતા સાધ્વીની હત્યાનો ભેદ ખોલવા માટે અમરેલી LCB, SOG સહિતની પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud