• સુપ્રસિદ્ધ યાત્રાધામમાં માં અંબાનો અવસર નિર્વિઘ્ને પૂર્ણ થયો, 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
  • સોનાના દાન સાથે ભક્તોએ ભંડાર છલકાવ્યો, 46 લાખથી વધુ ભંડોરામાં આવક થઈ
  • પોલીસ પરિવારે અને વહીવટી તંત્રે ધ્વજા ચડાવીને માં અંબાનો આભાર માન્યો
  • આજે ભાદરવી પૂનમના અવસર નિમિત્રે અમદાવાદના માઈભક્તે 500 ગ્રામ સોનાનું દાન પણ કર્યું

WatchGujarat. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ભાદરવી પૂનમે યોજાતો અંબાજીનો મેળો રદ્દ કરવામાં આવ્યો હતો. પરંતુ આ અવસર નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમના માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાનો ભાદરવી પૂનમનો અવસર નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. જેમાં સાત દિવસમાં 6 લાખથી પણ વધુ માઈભક્તોએ માના દર્શન કર્યા છે. એટલું જ નહીં 46 લાખથી વધુ ભંડારામાં આવક થઈ છે. કેટલાંક માઈભક્તોએ તો સોનાનું પણ દાન કર્યું છે.

ધ્વજા ચડાવીને માન્યો માંનો આભાર

માં અંબાનો આ અવસર નિર્વિઘ્ને પૂર્ણ થતાં પોલીસ પરિવાર અને વહીવટી તંત્રે ઘ્વજા ચડાવીને માં અંબાનો આભાર માન્યો છે. પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓના ધસારાને જોતા વહીવટી તંત્રે સીસીટીવી સહિતની સુરક્ષા પદયાત્રીઓ માટે પ્રદાન કરી હતી. ઉલ્લેખનીય છે કે 5000 પોલીસ જવાનોએ ખડે પગે સાત દિવસ પદયાત્રીઓની સેવા કરી છે. પદયાત્રીઓની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે સીસીટીવીથી સજ્જ અને આધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા હતા. જ્યારે અંબાજીમાં અને અંબાજીના માર્ગો પર પોલીસે પદયાત્રીઓની અને ગુજરાતભરમાંથી આવતા શ્રદ્ધાળુઓની સેવા કરી છે. ત્યારે હવે માના આશીર્વાદથી આજે ભાદરવીનો અવસર નિર્વિઘ્ને પૂર્ણ થયો છે.

માઈભક્તે સોનાનું દાન કર્યુ

યાત્રાધામ અંબાજીને આખા ભારતમાં સૌપ્રથમ સંપૂર્ણ રીતે સોનાનું બનાવવા માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા માઈ ભક્તો પોતાની યથાશક્તિ મુજબ સોનાનું દાન કરી શકે તે માટે સુવર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે સુવર્ણદાન કરવા માટે દાતાઓ પણ આગળ આવી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરના સુવર્ણમય શિખરની કામગીરીમાં માઇભક્ત દ્વારા મા અંબાને 500 ગ્રામ સોનુ અર્પણ કરાયું છે. અંદાજીત 24 લાખ 50 હજાર રૂપિયાનું સોનાનું દાન માઇભક્તે આપ્યું છે. અમદાવાદના નવનીતભાઇ શાહ નામના માઈ ભક્તે 500 ગ્રામ સોનું દાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં 45 લાખનું દાન આવતાં માનો ભંડાર પણ ભક્તોએ છલકાવ્યો હતો. અમદાવાદના નવનીતભાઇ શાહ દર વર્ષે 1 કિલો સોનું દાન કરે છે. છેલ્લા વીસ વર્ષથી સતત આ પરંપરા નિભાવી છે. મા અંબાના સોનાના શિખરની કામગીરી ચાલી રહી છે. ત્યારે મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા અનેક માઇભક્તો દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે માઇભક્તો થકી મા અંબાનું અંબાજી મંદિર જલ્દી સુવર્ણમય બનશે એવી આશા સેવાઇ રહી છે.

જુનાગઢના અખાડાના કિન્નરોએ માં અંબાના ધામમાં ગરબા રમ્યા

ભાદરવી પૂનમને લઇને આજે અંબાજીમાં ભરક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ પીડાય છે. અનેક ભક્તો મા અંબાને કોરોનાની મહામારીમાંથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરે છે, ત્યારે જુનાગઢના અખાડાના કિન્નરોએ પણ માં અંબાના ધામમાં ગરબા રમી અને માના ચરણોમાં શિશ નમાવી અને સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud