• આણંદના નગરપાલિકા પાસે આવેલા કોમ્પલેક્ષના બીજા માળે ભયંકર આગનો બનાવ બન્યો
  • અકસ્માતમાં ૩ થી ૪ લોકોને સામાન્ય ઈજા પહોંચી, નજીકમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને વહેલી તકે રજા અપાઈ
  • જિલ્લા કલેક્ટર, મામલતદાર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી, આગને કાબૂમાં લાવવાના પ્રયત્નો હાથ ધરાયા
  • વડોદરાથી વડીવાડી, ટીપી13 અને જીઆઈડીસી આ ત્રણ ફાયર સ્ટેશનની 3 ગાડીઓ મદદ માટે રવાના

WatchGujarat. આજે આણંદ જિલ્લામાં ભયંકર આગની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક કોમ્પલેક્ષના બીજા માળે આવેલી ફટાકડાની દુકાનમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી હતી. તમને જણાવી દઈ કે ધડાકા સાથે ફાટી નિકળેલી આગને પગલે બાજૂની ઈમારત પણ ઝપેટમાં આવી છે. આગને કાબૂમાં લાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે જ્યાં આગનો બનાવ બન્યો તેની નજીકમાં ગ્રાન્ટેડ શાળા પણ આવેલી છે. જેના કારણે બનાવની જાણ થતાં શાળાના બાળકોને વહેલી તકે રજા આપવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ આણંદ નગરપાલિકા પાસે આવેલા કોમ્પલેક્ષમાં મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનમાં એકાએક ભયંકર આગ ભભૂકી હતી. થોડા જ સમયમાં આગ ફેલાઈ ગઈ હતી. જેના કારણે બાજૂમાં આવેલી બિલ્ડીંગ પણ તેની ઝપેટમાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઘટના બની તેની આસપાસ દુકાનો આવેલી છે, સાથે નજીમાં ગ્રાન્ટેડ શાળા પણ આવેલી છે. જેના કારણે જોખમ વધ્યું હતું. ભયંકર આગના પગલે લોકોમાં દોડધામ મચી હતી. જોકે આગ લાગવા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી.

મહત્વનું છે કે બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક કલાકથી આગ ભભૂકી કરી છે. જેને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. પરંતુ આગ કાબૂમાં ન આવતા વડોદરાથી વડીવાડી, ટીપી13 અને જીઆઈડીસી આ ત્રણ ફાયર સ્ટેશનની 3 ગાડીઓ મદદ માટે રવાના કરવામાં આવી છે. જોકે આગમાં મોટી જાનહાની થઈ નથી. પરંતુ 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે આ આગ એટલી હદ સુધી ફેલાઈ હતી કે તેના કારણે કોમ્પલેક્ષના બીજા માળના કાચ પણ તેના દબાણથી તુટી પડ્યા હતા.

નોંધનીય બાબત છે કે આ ફટાકડાની દુકાન ગ્રાન્ટેડ શાળાની નજીક આવેલી હતી. જેથી આગ લાગવાના કારણે શાળાના વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ઊભૂ થયું હતું. જેથી શાળાના વિદ્યાર્થીઓને જલ્દીથી રજા આપવામાં આવી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ દારૂખાનાની આગથી આસપાસના વિસ્તાર ઉપરાંત દુર સુધી અવાજ પહોંચ્યો હતો. હવે આગ પર કાબૂ લાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ધડાકા સાથે ફાટી નિકળેલી આગને પગલે દોડધામ મચી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud