અંકલેશ્વરમાં પ્રતિન ચોકડી પાસે જ્યારે જંબુસરમાં ડેપોમાં જ બસ ખોટકાઈ
સરકાર સ્ક્રેપ પોલિસીનો કિલોમીટર પુરી થઈ ગયેલી બસોને ભંગારમાં મોકલી શરૂઆત કરેની માંગ
WatchGujarat. રાજ્ય માર્ગ પરિવહનની સરકારી ST બસનું હાથ ઊંચો કરી બસમાં બેસોનું સૂત્ર મંગળવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં ઊલટું જોવા મળ્યું હતું. અને બસમાં બેસેલા મુસાફરો તેમજ રાહદારીઓને બે હાથ વડે બસોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો. સલામત સવારી એસ.ટી.અમારીના સૂત્ર સાથે ચાલતી એસ.સી. બસની ખખડધજ હાલતના દ્રશ્યો અંકલેશ્વર અને જંબુસરમાંથી સામે આવ્યા હતા. જેમાં એસ.ટી.બસ ચાલુ ન થતા મુસાફરો અને રાહદારીઓએ ધક્કા લગાવ્યા હતા.
https://youtu.be/x8rqY9mmt2o
કેન્દ્ર સરકાર જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી લાવી રહી છે પરંતુ આ પોલિસીનો સૌ પ્રથમ ઉપયોગ ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમે કરવો જોઈએ. પ્રથમ વાત અંકલેશ્વરની કરીએ તો આજે અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ જતી એસ.ટી.બસ પ્રતિન ચોકડી નજીકનજ મુખ્ય માર્ગમાં જ બંધ થઈ ગઈ હતી. ડ્રાઇવરે બસ ચાલુ કરવાનો પ્રયત્ન કરતા તે નિષ્ફળ નિવડયો હતો. માર્ગની વચ્ચે જ ખોટકાયેલી બસને કારણે જોતજોતામા ટ્રાફિકજામની પરિસ્થિતિનું સર્જન થયું હતું. સાંકડા માર્ગો ઉપર વાહનોનો ખડકલો શરૂ થઈ જતા કેટલાક રાહદારીઓ અને ખુદ મુસાફરોએ આગળ આવવાની નોબત ઉભી થઇ હતી. બસને ધક્કો મારી સાઈડ પર કરતા વાહન વ્યવહાર પૂર્વવ્રત થયો હતો.
બીજી તરફ જંબુસરમાં પણ ST બસના આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જંબુસર એસ.ટી.ડેપોમાં વડોદરા કીર્તિ સ્તંભના રુટ પર જવા બસ રવાના થઈ રહી હતી પરંતુ બસ ચાલુ જ થઈ ન હતી. જેને લઈ સ્ટાફ અને બસમાં બેસેલા મુસાફરોએ નીચે ઉતરી ધક્કો લગાવી બસ ચાલુ કરાવી હતી.