• અંકલેશ્વરમાં મરહુમ એહમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ દિવ્યાંગ સહાય કેમ્પમાં પેહલા દિવસે જ દિવ્યાંગોના જીવનમાં છલકાયેલી ખુશીનો VIDEO આવ્યો સામે
  • સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ત્રી દિવસીય કેમ્પમાં 2000 થી વધુ દિવ્યાંગોને સાધન સહાયમાં રાજસ્થાન CM અશોક ગેહલોટ સહિત પ્રેદશ કોંગી આગેવાનો વચ્ચે કૃત્રિમ પગ મળતા જ દિવ્યાંગે મનભરીને ડાન્સ કર્યો

WatchGujarat. અકસ્માતમાં જેનો એક પગ જતો રહ્યો હોય તેવી વ્યક્તિને અચાનક પગ મળી જાય તો શું થાય. અંકલેશ્વરમાં સરદાર પટેલ હોસ્પિટલ ખાતે મરહુમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ આયોજિત 3 દિવસીય દિવ્યાંગ સાધન સહાય કેમ્પના પેહલા દિવસે જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. એક દિવ્યાંગને જયપુરના તબીબે કૃત્રિમ પગ લગાવતા જ તે ઉપસ્થિત મહાનુભવોની વચ્ચે ઉભો થઇ મનમૂકીને ડાન્સ કરવા લાગ્યો હતો. આ દ્રશ્યો જોઈ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ ગદગદિત થઈ ગયા હતા.

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં દિવ્યાંગ કેમ્પ યોજાયો ભરૂચ , અંકલેશ્વરઃ મર્હુમ અહેમદ પટેલની પહેલી પુણ્યતિથિએ તેમના પરિવારજનો અને તેમના સમર્થકોએ જરૂરિયાતમંદોની સેવા એ જ લક્ષ્ય રાખીને દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા દિવસે એક ગરીબ માનવીને એક પગ ન હતો. અંકલેશ્વર દિવ્યાંગ કેમ્પમાં જયપુરના નિષ્ણાત તબીબે તદ્દન મફત કૃત્રિમ પગ લગાવી આપ્યો હતો.

પગ લગાવીને મૂવમેન્ટ કરાવીને ચાલતો થતા માનવીને જાણે હાશકારો થયો હતો. આ પ્રસંગ જોતા દીકરી મુમતાઝ પટેલને પિતા મર્હુમ અહેમદ પટેલના દુઃખીયા ૨ા લોકોની સેવાનાં સપનાં પૂરાં કરવાનો મનોમન ઈચ્છા પૂરી થતા ગદગદિત થઇ ગઈ હતી . આ ઘટના જોયા બાદ કોંગ્રેસના પીઢ આગેવાનોને આનંદ થયો હશે.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસના દિવ્યાંગોને સાધન સહાય કેમ્પમાં 2000 થી વધુ લોકો લાભ લેનારા છે. જેઓને કૃત્રિમ પગ, હાથ, વ્હીલ ચેર, ઘોડી, સ્ટીક સહિતના સાધનોનું વિતરણ અને સારવાર, નિદાય નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud