એશિયાની નંબર વન ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડાયઝ, ઇન્ટરમીડિયેટ કંપનીઓમાં પીગમેન્ટના કારણે જીવન જીવવા માટે જીવને જોખમમાં મુકતા કામદારો
વિવિધ પીગમેન્ટથી ચામડીના રોગ, કેન્સર સહિત જીવલેણ બીમારીના ભય વચ્ચે પણ પેટનો ખાડો પુરવા ઝહેરીલા રંગોથી રોજ રંગાતો માનવ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત હજારો લોકોને વર્ષોથી રોજગારી આપી રહી છે જોકે હવા, પાણી અને જમીન પ્રદૂષણના કારણે આ હજારો લોકોની આવરદા ઉપર પણ વિપરીત અસરો ધીમા ઝેર સ્વરૂપે કરે છે.
ડાયઝ, ઇન્ટરમીડિયેટ કંપનીઓ અને પીગમેન્ટના કારણે અહીં કેટલીયવાર કામ કરતા કામદારો ગુલાબી, ભૂરા, પીળા કે લીલા રંગે રંગાયેલા જોવા મળ્યા છે.
WatchGujarat. અગાઉ આ ઔદ્યોગિક નગરીમાં કલરીંગ કુતરાઓ પણ નજરે પડ્યા હતા. જ્યારે આવી ડાઈઝ, ઇન્ટરમીડિયેટ પીગમેન્ટ બનાવતી કંપનીમાં કામ કરતા કામદારો રોજે રોજ અલગ અલગ રંગે રંગાયેલા રહે છે. આવી કંપનીમાં જીવવા માટે કામ કરતા કામદારો ફરજ ઉપર તો પ્રાકૃતિક માનવ રંગ સાથે જ જાય છે પણ ફરજ પુરી કર્યા બાદ બહાર ભૂરા, લીલા રંગોમાં રંગાયેલા જોવા મળે છે. પીગમેન્ટના કારણે તેમનું આખું શરીર આ રંગે રંગાઈ જાય છે.
https://youtu.be/RtVSboC-EpE
હોળી કે રંગોળીની જેમ આ રંગ પ્રાકૃતિક નહિ હોવાથી તેઓનું જીવવા માટે કરવામાં આવતું કામ જ લાંબા ગાળે તેમના જીવ માટે આફત રૂપ બની જાય છે. કેમિકલયુક્ત કલર પીગમેન્ટ્સના કારણે ચામડીના ગંભીર રોગો, કેન્સર સહિતની બીમારીઓનો તેઓ શિકાર બની શકે છે. હાલમાં જ અંકલેશ્વરમાં ફરતી કપિરાજની ટોળી કલરીન જોવા મળી હતી. જેના ત્રણ કે ચાર દિવસ બાદ જ ગુરૂવારે અંકલેશ્વર GIDC માં એક કામદાર કંપની બહાર જ આખા શરીરે પીગમેન્ટ્સના રંગથી રંગાયેલો જોવા મળ્યો હતો.
જેને લઈ કપિરાજ બાદ કામદારો પણ જોખમી કેમિકલયુક્ત રંગે રંગાયેલા હોવાની ફરિયાદ GPCB ને કરવામાં આવી હતી. હવે પ્રકૃતિ, પર્યાવરણ, પશુ અને માનવી માટે ઘાતક આ કેમિકલયુક્ત કલરની રોજ બારેમાસ કામ કરતા કામદારોના શરીરે જોખમી રંગોલી તેમજ હોળી અંગે તંત્ર શુ પગલાં લે છે તે જોવું રહ્યું.