• રાજકોટ શહેરના એ-ડીવીઝન પોલીસ મથક નજીક જ આર્મીમેને ટ્રાફિકનાં મહિલા જમાદારને તમાચો ઝીંક્યો
  • આર્મીમેનને ટ્રાફિક બ્રાન્ચનાં મહિલા જમાદાર વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરતા હોવાની શંકા હતી
  • આખરે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આ આર્મીમેનની ધરપકડ કરવામાં આવી

WatchGujarat. શહેરનાં એ-ડીવીઝન પોલીસ મથક નજીક ટ્રાફિક બ્રાન્ચનાં મહિલા જમાદાર વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરતા હોવાની શંકાના આધારે આર્મીમેને ત્યાં ધસી જઈ તેમને તમાચો ઝીંકી દેતા ઉહાપોહ મચી ગયો હતો. બાદમાં આખરે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આ આર્મીમેનની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

ટ્રાફિક બ્રાન્ચના જમાદાર અલ્કાબેન ટીલાવતે સમગ્ર મામલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ટ્રાફિક બ્રિગેડ સાથે ઢેબર ચોકમાં વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે દેના બેંક ચોક તરફથી આવેલા બાઈકમાં ફેન્સી નંબર પ્લેટ હોય તેના ચાલક ઉગ્રસેન શ્રવણ પટેલની પુછપરછ કર્યા બાદ તેના બાઈકનો ટ્રાફિક પોલીસની એપમાં ફોટો પાડયો હતો. ત્યારબાદ કેસ કરી ઓનલાઈન રસીદ પણ આપી દંડ પેટે મળેલા રૂા. 500 પોતાના ખિસ્સામાં મુકયા હતા.

બરાબર આ સમયે જ લાલ કલરનું શર્ટ અને જીન્સ પહેરેલ એક યુવક તેની પાસે ધસી આવ્યો હતો. અને જોર જોરથી એવું બોલવા લાગ્યો કે, તું આ રૂ. 500 શેના ઉઘરાવશ? તેની પાવતી બતાવ. જેથી તેણે એપ મારફત ઓનલાઈન મેમો આપી દંડ વસુલ કરી રહ્યાનું કહેતા તે યુવકે ઉશ્કેરાઈ જઈ તેને કહ્યું કે, તુ કયારની રૂપીયા ઉઘરાવશ, તું ખોટુ બોલશ, આ પૈસા તું તારા ખિસ્સામાં નાખશ તેમ કહી તેને બેફામ ગાળો ભાંડયા બાદ આવેશમાં આવી તમાચો ઝીંકી દીધો હતો. સાથે જ ગેરવર્તન પણ કર્યું હતું.

બનાવને પગલે આ યુવકને એ-ડીવીઝન પોલીસ મથકે લઈ જઈ તેમનું નામ પુછતા નિલેશ પ્રકાશશંકર માઢક જણાવ્યું હતું. ત્યારબાદ તેના વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો દાખલ કરી વિધીવત ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી નિલેશ આર્મીમા છે. અને હાલ નાગાલેન્ડમાં ફરજ બજાવે છે. મહિલા જમાદાર ઉઘરાણા કરતા હોવાની આશંકાએ તેણે આ પગલું ભર્યું હોવાનું પણ તેમણે સ્વીકાર કર્યું છે. જેના આધારે તેના પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud