• કેમિકલ એન્જીનિયર સુધીનો અભ્યાસ કરી ચૂકેલા ઋષિ નિત્યપ્રજ્ઞા (નીતિન લિમયે) સારા ગાયક હતા
  • ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે છેલ્લા કેટલાક દિવસથી દાખલ કરાયા હતા

WatchGujarat. વડોદરામાં બાળપણમાં શિક્ષણ મેળવીને કેમિકલ એન્જીનિયર સુધીને અભ્યાસ કર્યા બાદ શ્રી શ્રી રવિશંકરજીની સાથે જોડાયા બાદ તેઓના પરમ અનુયાયી એવા ઋષિ નિત્યપ્રજ્ઞાજી આજે વડોદરામાં બ્રહ્મલીન થયા છે. વડોદરામાં એક ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેઓનું નિધન થતાં કેટલાક નજીકના લોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઋષિ નિત્યપ્રજ્ઞાનું મૂળ નામ નીતિન લિમયે હતું.  તેઓ મૂળ વડોદરાના વતની હતા. તેઓ એક સારા ગાયક હતા.  તેમના ભાઇ સચિન લમિયે પણ સારા ગાયક છે.  નિતિન લિમયે આર્ટ ઓફ લિવિંગમાં જાડાયા બાદ ઋષિ નિત્યપ્રજ્ઞા નામથી જાણીતા હતાં. તેઓ ભારત સહિત વિદેશમાં પણ ખૂબ જાણીતા હતાં. તેઓના ભજન અને સારા અવાજને કારણે તેઓએ આર્ટ ઓફ લિવિંગમાં ખૂબ જ નામના મેળવી હતી.

ફેકલ્ટી અને સેન્ટ્રલ ગુજરાત મીડિયા કોર્ડિનેટર આર્ટ ઓફ લીવીંગ (વડોદરા) જીતેન્દ્ર ખીમલાણીએ  જણાવ્યું હતું કે,  ઋષિ નિત્યપ્રજ્ઞાજી 27 ડિસેમ્બર, 2021 નારોજ બ્રહ્મલીન થયા છે. તેઓ આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામ્સના ડાયરેક્ટર તેમેજ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના શરૂઆતના ટીચર્સ માં ના એક હતા. છેલ્લા ઘણા દશકાઓથી તેમણે સમાજની નિ:સ્વાર્થપણે સેવા કરી છે તેમજ હજારો લોકોને તેમના ભક્તિ સત્સંગ દ્વારા પ્રેરિત કર્યા છે. તેમનો ઉત્સાહ અજોડ હતો, જે હંમેશા આપણા હૃદયમાં રહેશે. ખરેખર તેઓ પોતાના જીવનને એક ઉત્સવની જેમ જીવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud