મુંબઈના હાઇપ્રૉફાઇલ ડ્રગ્સ કેસમાં મુંબઇ NCBની સાથે હવે દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાતની NCB ટીમો જોડાઈ
વધુ મહત્વના પુરાવા મેળવવા NCBએ આર્યનનો ફોન ગાંધીનગર ખાતે આવેલ દેશની સૌથી મોટી ફોરેન્સિક લેબમાં મોકલ્યો
હાઇપ્રૉફાઇલ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી ફક્ત 11 લોકોની ધરપકડની પુષ્ટી થઇ છે, જેમાંથી એક શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છે
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીની કસ્ટડીમાં છે, તેની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે
WatchGujarat. તાજેતરમાં જ નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (NCB)એ મુંબઇથી ગોવા જઇ રહેલી એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી કરવાના મામલામાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી. અને તેમાંથી એક સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) દીકરો આર્યન ખાન (Aryan Khan) પણ સામેલ છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, આર્યનનો ફોન ગાંધીનગર ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યો છે.
સૂત્રો અનુસાર NCBને આર્યનના ફોનમાંથી મહત્ત્વના પુરાવા મળ્યા છે. NCBના અધિકારીઓને વોટ્સએપ ચેટ્સની મદદથી ડ્રગ્સથી લઈ અનેક મહત્ત્વની માહિતી મેળવી રહ્યા છે, જેમાં આપત્તિજનક તસવીરો પણ શામેલ છે. આ ઉપરાંત NCBના હથ્થે આર્યનનો ફોનમાંથી વધુ રહસ્યો આવી શકે તેવી આશા છે. તેના કારણે NCBએ આર્યનનો ફોન ગાંધીનગર ખાતે આવેલ દેશની સૌથી મોટી ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે.
સમગ્ર મામલે વિગતો એવી છે કે, ધરપકડ કરાયેલા લોકોમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) દીકરો આર્યન ખાન (Aryan Khan) પણ સામેલ છે. હવે મુંબઇ પોલીસના સુત્રોએ કહ્યું કે આ ક્રૂઝની ઇવેન્ટ વિશે કોઇ જાણકારી ન હતી આપવામાં આવી. પોલીસનુ એ પણ કહેવુ છે કે આ પાર્ટી સાથે જોડાયેલી કોઇપણ મંજૂરી મુંબઇ પોલીસ પાસેથી ન હતી લેવામાં આવી. જેથી મુંબઈ પોલીસે પણ આ મામલે તપાસ શરુ કરી દીધી છે. બીજી બાજુ મુંબઇ NCBની સાથે હવે દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાતની NCB ટીમો પણ આ ઇન્વેસ્ટીગેશનમાં જોડાઇ ગઇ છે. આ ટીમો 4 લોકોને લઇને મુંબઇ NCBની ઓફિસ પહોંચી છે. જોકે, હજુ આ લોકોની ધરપકડની પુષ્ટી નથી કરાઇ.
હાઇપ્રૉફાઇલ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી ફક્ત 11 લોકોની ધરપકડની પુષ્ટી થઇ છે. આમાં આર્યન ખાન સહિત 8 લોકો ક્રૂઝમાંથી પકડાયા હતા. તે ઉપરાંત અરબાઝ મર્ચન્ટનો દોસ્ત શ્રેયસ, 1 શખ્સ જોગેશ્વરીમાંથી અને 1ની ઓડિશામાંથી ધરપકડ કરાઇ છે. પોલીસનુ એ પણ કહેવુ છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રમાં એપિડેમિક એક્ટ અંતર્ગત કેટલીય પાબંદીઓ હાલ લાગુ છે. આ અનુસાર 5થી વધુ લોકોને એકઠા થવા પર પણ રોક છે. સુત્રોનુ કહેવુ છે કે, મુંબઇ પોલીસ આ વાતની પણ તપાસ કરી રહી છે કે શું એપિડેમિક એક્ટનુ ઉલ્લંઘન થયુ, અને જો થયુ છે તો શું તેમાં મુંબઇ પોલીસ તપાસ કરી શકે છે. આ મામલામાં જો નિયમો તુટવાની વાત સામે આવે છે તો મુંબઇ પોલીસ આમાં કલમ 188 અંતર્ગત ફરિયાદ નોંધી શકે છે. મુંબઇ પોલીસ આ ઇવેન્ટ સાથે જોડાયેલી માહિતી એકઠી કરવા માટે ક્રૂઝ ટર્મિનલના સીસીટીવી ફૂટેજની તપાસ કરશે.
વધુમાં પોલીસ સુત્રોનુ કહેવુ છે કે તે ઇવેન્ટ સાથે જોડાયેલી જાણકારી જે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આવી હતી (Instagram) તેની તપાસ કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીની કસ્ટડીમાં છે, હવે તેની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. આ હાઇપ્રૉફાઇલ કેસથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચકચાર મચી જવા પામી છે. ફેન્સથી લઇને તમામ સેલિબ્રિટી આ ખરાબ સમયમાં શાહરૂખ ખાનના પરિવારને સપોર્ટ કરતો દેખાઇ રહ્યો છે. ખાસ વાત છે કે, આર્યન ખાન અને તમામ 8 આરોપીઓને આજે કોર્ટમાં હાજર થવાના છે.