WatchGujarat. 'બચપન કા પ્યાર' (Bachpan Ka Pyaar) ગીતમાંથી સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં લોકપ્રિય બનનાર સહદેવ દીર્ડોનું પ્રથમ સત્તાવાર ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત પ્રખ્યાત રેપર બાદશાહે બનાવ્યું છે. ગીતનું શીર્ષક પણ 'બચપન કા પ્યાર' રાખવામાં આવ્યું છે. આ ગીતમાં રેપ દ્વારા બાળપણથી લઈને મોટા થવા સુધીની લવ સ્ટોરી દર્શાવે છે. આ ગીતને લઈને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી. આખરે આ ગીત રિલીઝ થયું છે.
વિડિઓ Video
https://youtu.be/k7QniTYNsmQ
'બચપન કા પ્યાર' (Bachpan Ka Pyaar) ગીતમાં સહદેવ દીર્ડો (Sahdev Dirdo) ને બાદશાહ (Badshah) સાથે પરફોર્મન્સ પણ કર્યું છે. આ ગીત રજૂ થયાને થોડો સમય થયો છે અને તે યુટ્યુબની ટ્રેન્ડિંગ યાદીમાં આવી ગયો છે. સહદેવ, બાદશાહ સિવાય આ ગીત આસ્થા ગિલ અને રિકોએ એક સાથે ગાયું છે. ગીતના શબ્દો બાદશાહે લખ્યા છે. બાદશાહે તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ગીત રજૂ કર્યું છે.
'બચપન કા પ્યાર' ફેમ સહદેવ દીર્ડો છત્તીસગઢના સુકમાના રહેવાસી છે. તેના ગીતો પર ઘણી રીલ્સ પણ બનાવવામાં આવી છે. સાથે જ બાદશાહની વાત કરીએ તો તેણે ઇન્ડસ્ટ્રીને ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમાંથી ડીજે વાલે બાબુ, વખરા સ્વૈગ, ચુલ, સ્ટૈરડે, મૂવ યોર લક, હેપ્પી હેપી ખૂબ જ ફેમસ થયા. તાજેતરમાં જ તેમનું અને જેકલીનનું પાની-પાની ગીત રિલીઝ થયું હતું જે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.