WatchGujarat. રાજ્યમાં વરસાદની શરૂઆત થઇ ગઈ છે અને જે રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઝાલાવાડમાં પણ વરસાદની શરૂઆત થઇ ગઈ છે. જો કે આ વરસાદ પડવાને કારણે જમીન પર વસતા જીવ જંતુઓ તેમના દળોમાં પાણી ભરાય જતા બહાર આવી જાય છે. એવા સમયે સાપ વધુ જોવા મળતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો વઢવાણમાં સામે આવ્યો છે. આ સાપ વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળ્યો છે જે માર્કેટમાં આટલો લાંબો સાપ મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે અહીં સાપ પકડાનારાઓને બોલાવવામાં આવ્યા હતા.
ત્યારે સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતા હિતેશ્વરસિંહે મોરી શાક માર્કેટ પહોંચી આવ્યા હતા અને આ સાપને પકડી લીધો હતો. ત્યારે વર્ષોથી કામ કરતા સાપોના જાણકાર હિતેશ્વરસિંહે મોરી આ રૂપસુંદરી (roopsundari snake) ના નામે ઓળખાતા સાપની લંબાઇ આટલી વધારે ન હોય એવું તેમને લાગ્યું હતું. ત્યારે મામલે તેમને ગુજરાતના સર્પના નિષ્ણાતો સાથે વાતો કરી હતી અને આ વાતની ખરાઈ કરાવી હતી ત્યારે આ દરમિયાન તેમને એવું જાણવા મળ્યું હતું કે આ વઢવાણમાંથી પકડાયેલો રૂપસુંદરી નામ (roopsundari snake) નો આ સાપ ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો સાપ છે.
આ અંગે હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યું હતું કે રૂપસુંદરી નામના સાપની સામાન્ય લંબાઇ વધુમાં વધુ 3.5 ફૂટથી 4 ફૂટ સુધીની હોય છે. પરંતુ વઢવાણના સાપે તેનો રેકોર્ડ તોડ્યો છે, જેથી તે દેશમાં મળી આવેલો અત્યાર સુધીનો સૌથી લાંબો રૂપસુંદરી છે. આ વઢવાણમાંથી મળી આવેલ સાપની લંબાઇ 5 ફૂટ 7 ઇચ છે. જો કે સર્પ સંદર્ભ-2 નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે આ અગાઉ રૂપસુંદરી નામના સાપની સૌથી વધુ લંબાઇ 5 ફૂટ 5 ઇંચનો રેકોર્ડ છે. જ્યારે વઢવાણમાંથી 5 ફૂટ 7 ઇચનો રૂપસુંદરી નામનો સાપ મળી આવતા, તેને આ પ્રજાતિના સૌથી લાંબા સાપનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જે હવે આ પ્રજાતિનો દેશનો સૌથી લાંબો સાપ છે. જે હિતેશ્વરી મોરી નામના સાપના એક્સપર્ટે સાપ પકડ્યો હતો. તેના બાદ તેમણે સાપને વઢવાણની સીમમાં સાપ છોડી દીધો હતો. આ સાપને સીમ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુકાયો હતો.
સામાન્ય રીતે ઠંડીની ઋતુમાં સાપનો શિતસમાધિ સમય હોવાથી બહુ ઓછા જોવા મળે છે. આ સાપના શરીર પરની ડઝિાઇન ખુબ સુંદર હોવાથી તેને રૂપસુંદરી કે અલંકૃત સાપ કહે છે.
રૂપસુંદરી સાપની ખાસિયત
આ સાપના શરીર પરની ડઝિાઇન ખુબ સુંદર હોવાથી તેને રૂપસુંદરી કે અલંકૃત સાપ કહે છે
તેના આખા શરીર પર સફેદ તથા પીળાશ પડતા રંગની પટ્ટીઓ હોય છે
તેના ગળાથી શરૂ થતા ત્રણ ત્રણની હારનાં ઘટ્ટ ભૂરા તથા કાળા ટપકા શરીરની અડધી લંબાઇ સુધી હોય છે
ઠંડીની ઋતુમાં આ સાપનો શિતસમાધિ સમય હોવાથી બહુ ઓછા જોવા મળે છે