• નવજીવન હોટલ ઉપર હિટાચીનું ATM મશીન મૂક્યું હતું
  • પિકઅપ જેવી ગાડી લઇ આવેલા તસ્કરો નું કારસ્તાન
  • પ્રાઇવેટ હિટાચી કંપની દ્વારા એ.ટી.એમ સેન્ટર ઉભું કરાયું હતું
  • ATM ના CCTV પણ કાર્યરત ન હોવાની વિગતો આવી બહાર
  • પોલીસ દ્વારા સીસીટીવી ચાલુ કે બંધ છે તે સંચાલક પાસે વિગતો મંગવાઈ – LCB, SOG તેમજ સ્થાનિક અંકલેશ્વર પોલીસની ટીમ કામે લાગી

WatchGujarat. અંકલેશ્વર NH 48 પર થી તસ્કરો આખે આખું ATM ઉઠાવી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવજીવન હોટલ ખાતે આખે આખું ATM મશીન તસ્કરો ઉઠાવી ગયા હતા. પીકઅપ જેવી ગાડી લઇ આવેલા તસ્કરોનું કારસ્તાન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા આજુબાજુ તેમજ માર્ગ પર રહેલ CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરાઇ છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર નવજીવન હોટલ પાસે હિટાચી મની સ્પોટ નું પ્રાઇવેટ ATM સેન્ટર આવેલું છે. જે ATM સેન્ટરને રાતના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તસ્કરો ATMમાં તોડફોડ કરી આખે આખું મશીન ઉઠાવી ફરાર થઈ ગયા હતા. ATM મશીનની ઉઠાંતરી ઘટનાને પગલે પોલીસ વિભાગ દોડતું થઈ ગયું છે. મશીનમાં કેટલી રકમ હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી. ઘટનાના પગલે તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. CCTV ફૂટેજ મેળવી સ્થાનિક પોલીસ સાથે LCB, SOG એ તપાસ શરૂ કરી છે. વધુ તપાસ અંકલેશ્વર રૂરલના PI વી.કે.ભૂટીયા કરી રહ્યા છે.

ATM માં CCTV  પણ કાર્યરત ના હોવાનું ગાર્ડનું પ્રાથમિક નિવેદન

હિટાચી મની સ્પોર્ટના નામે પ્રાઇવેટ એ.ટી.એમ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જે દરેક બેંક સાથે કનેક્ટિવિટી ધરાવે છે. ત્યારે એ.ટી.એમ સેન્ટર એક માત્ર ગાર્ડ ફરજ બજાવે છે. એ.ટી.એમ  સેન્ટરમાં લાગેલા સીસીટીવી અંગે પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતા થોડા સમયથી બંધ હોવાની વિગતો ગાર્ડની પૂછપરછ દરમિયાન સામે આવી છે. પોલીસે કંપની પાસે સીસીટીવી ફૂટેજ અંગે પણ વિગતો માંગી છે.

અંકલેશ્વરમાં એક જ રાતમાં ચોરીની તમામ ઘટનાનું કનેક્શન છે કે નહિ તેની પણ તપાસ

અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, એ.ટી.એમ ચોરીમાં હજી સુધી કેટલી રોકડ ગઈ છે એ સ્પષ્ટ નથી. આજુબાજુ ના સીસીટીવી ફૂટેજ પરથી શંકાસ્પદ પીકઅપ ગાડી નજરે પડે છે પણ હજી સ્પષ્ટ નથી. આ અંગે અલગ અલગ ટિમો કામે લાગી છે. સીસીટીવી ફૂટેજ આજુબાજુ તેમજ હાઇવેના મેળવાઈ રહ્યા છે. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ કરાઈ રહી છે. અંકલેશ્વર માં થયેલ એક જ રાત્રી માં અલગ અલગ સ્થાને ચોરી અંગે તમામનો સમય અને કડી મેળવી રહ્યા છે. અને એકજ ગેંગ છે કે અન્ય તે અંગે તપાસ ચાલી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners