• ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળે પોતાની વેબસાઈટ અપડેટ કરી
  • સિલ્વર રેલવે બ્રિજનો ભૂલ ભરેલો ફોટો બદલી ગોલ્ડનબ્રિજનો મુકાયો
  • જોકે ડ્રાફ્ટ ડેવલોપમેન્ટ પ્લાનની લિંક મુકાઈ નથી

WatchGujarat. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની વેબસાઈટ ઉપર અનેક ખામીઓ અને અપડેશનનો અભાવ હોવાના WATCH GUJARAT એ પ્રસિદ્ધ કરેલા અહેવાલના 12 કલાકમાં વેબસાઈટને તંત્રે અપડેટ કરી દીધી છે.

ભરૂચ-અંકલેશ્વર શહેરી સત્તા મંડળની વેબસાઈટ જ ડિજિટલ અને વિકાસના યુગમાં પાછળ રહી ગઈ હોવાના શુક્રવારે વોચ ગુજરાતે અહેવાલ રજૂ કર્યો હતો. ટ્વિન સિટીની તર્જ ઉપર કરાયેલી બૌડાની રચનાનો હેતુ સાર્થક થયો નહિ હોવાનું તેની વેબસાઈટ પરથી જ ફલિત થતું હોવાનું બહાર અહેવાલના માધ્યમથી લવાયું હતું.

જેમાં બૌડાની વેબસાઈટ પર હજી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તત્કાલીન કલેકટર ડો. એમ.ડી. મોડિયા જ કાર્યભાર સંભાળી રહ્યાં હોવાની ખામી રજૂ કરાઈ હતી. સાથે જ નર્મદા નદી ઉપર સિલ્વર રેલવે બ્રિજના ફોટાને ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ તરીકે રજૂ કરાયો હતો.

આ અહેવાલના 12 કલાકમાં જ તંત્રે તેની આ ક્ષતિ સુધારી લીધી છે. બૌડાની વેબસાઈટ અપટું ડેટ કરી મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેકટર તરીકે તુષાર સુમેરાને બિરાજમાન કરી દેવાયા છે. જ્યારે ગોલ્ડનબ્રિજના ફોટાની ભૂલને પણ સુધારી દેવાઈ છે. જોકે હજી ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની કોઈ લિંક મુકવામાં આવી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud