• વાલિયામાંથી 50 થી વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યોં, પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા ઉપસ્થિત રહ્યા
  • મિલન સભારંભ દરમિયાન વાલિયાના મહેન્દ્રસિંહ હરિસિંહ મહિડા, ધર્મેન્દ્ર સિંહ મહિડા, રાજેદ્ર સિંહ, દેવેન્દ્રસિંહ મહિડા, જશવંતસિંહ મહિડા કિરણસિંહ મહિડા અને અન્ય 50 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા

WatchGujarat. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં દિપાવલી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે રાજપુત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓ સાથે પાર્ટીનો ભવ્ય સ્નેહ મિલન સમારોહમાં યોજવામાં આવ્યો હતો. જેમાં 2022 ની ચૂંટણીમાં અત્યારથી જ કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરવામાં આવી હતી.

આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત પાર્ટીના તમામ હોદેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી કે, વિધાનસભાના દરેક બુથ પેજ કમિટીના સભ્ય સુધી ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી તથા સરકારે કરેલ વિવિધ પ્રજાલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યમાં ભવ્ય વિજય થાય અને ભાજપાની સરકાર બને તે માટે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો.

આ સ્નેહ મિલન સમારોહમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણૅશ મોદી, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પ્રભારી જનક બગદાણા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ઘારાસભ્ય અરૂણસિંહ રણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમીત ચાવડા, મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મંત્રી નિશાંત મોદી, મહિલા હોદ્દેદારો, પાર્ટીના તમામ મહાનુભાવો તથા હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મિલન સભારંભ દરમિયાન વાલિયાના મહેન્દ્રસિંહ હરિસિંહ મહિડા, ધર્મેન્દ્ર સિંહ મહિડા, રાજેદ્ર સિંહ, દેવેન્દ્રસિંહ મહિડા, જશવંતસિંહ મહિડા કિરણસિંહ મહિડા અને અન્ય 50 જેટલા આગેવાનો ભાજપમાં જોડાતા સૌને આવકાર આપવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud