• ગુજરાત કોંગ્રેસે દોઢ વર્ષ પઢી કૃષિ બિલ પરત લેવું એ BJP સરકારની ચૂંટણી મજબૂરી ગણાવી
  • ખેડૂતોના સંઘર્ષની જીત, સત્યનો વિજય : અમિત ચાવડા
  • ખેડૂતને ખેતમજૂર બનાવવાનું ષડયંત્ર સમાપ્ત : પરેશ ધાનાણી
  • ભરૂચમાં સભ્ય નોંધણી ઝુંબેશ જનજાગૃતિ અભિયાનમાં હાજર કોંગી આગેવાનોની કૃષિ કાયદાને PM નરેન્દ્ર મોદીએ પરત ખેંચતા પ્રતિક્રિયા

WatchGujarat. છેલ્લા દોઢ વર્ષથી 3 કૃષિ કાયદાનો વિરોધ નોંધાવી રહેલા ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે. વડાપ્રધાને  કૃષિ કાયદાનું બિલ પરત ખેંચતા શુક્રવારે ભરૂચમાં સભ્ય નોંધણી અને જનજાગૃતિ અભિયાનમાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી અને વિપક્ષી નેતાએ તેને ખેડૂતોની જીત અને સત્યનો વિજય લેખાવ્યો હતો. સાથે જ પંજાબ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી અને કોંગ્રેસના રાજકીય દબાણના કારણે BJP સરકારે બેકફૂટ પર જઈ આ કાળો કાયદો રદ કરવાની ફરજ પડી હોવાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં 3 કૃષિ કાયદાના બિલને પરત ખેંચ્યું છે. જેની હવે ગુજરાત, દેશ સાથે ભરૂચ જિલ્લામાંથી પણ પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સભ્ય નોંધણી અભિયાન અને જનજાગરણ સભાનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના કાર્યક્રમમાં એ.આઈ.સી.સી ના પ્રદેશ પ્રભારી ડો. રધુ શર્માજી,  સેક્રેટરી ડો. બિશ્વરંજન મોહંતીજી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી ,સાંસદ નારણ રાઠવા, તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યાં હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુરામ શર્માએ પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિત 5 રાજ્યમાં ચૂંટણી અને કોંગ્રેસના દબાણની રાજનીતિ જોઈ કૃષિ કાયદો પરત લેવાનો નિર્ણય કરાયો હોવાનું નિવેદન આપ્યું છે. દોઢ વર્ષ પછી બિલ પરત લેવું એ BJP સરકારની ચૂંટણીની મજબૂરી ગણાવી છે.

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પેટ્રોલ, ડીઝલના ભાવ પણ ઘટાડયા હોવાનો તેમને આક્ષેપ કરી દાવો કર્યો હતો કે, ચૂંટણીઓ પત્યા પછી ફરી ભાવ વધારો થશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કૃષિ કાયદો પરત ખેંચવા અંગે આ ખેડૂતોના સંઘર્ષની જીત ગણાવી હતી. સત્યનો વિજય થવા સાથે ખેડૂત આંદોલનની જીતનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. જ્યારે વિપક્ષી નેતા પરેશ ધનાણીએ કૃષિ કાયદો પરત ખેંચાતા ખેડૂતને ખેત મજૂર બનાવવાનું ષડયંત્ર સમાપ્ત થયું હોવાનું નિવેદન આપ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners