• યુ,કે થી ટંકારીયા આવેલા પરિવારના 3 લોકો પૈકી એક મહિલા સભ્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
  • કોરોના સંક્રમિત મહિલાનો ઓમિક્રોન ટેસ્ટનો રિપોર્ટ સાત દિવસ બાદ આવશે

WatchGujarat. ભરૂચ જિલ્લો ડિસેમ્બરમાં વિદેશથી આવતા NRI લોકોના ઘાડેધાડાને લઈ ઓમિક્રોનના હાઈરિસ્કમાં મુકાઈ જવાની દહેશત વર્તાઈ રહી છે. દરમિયાન હાઈ રિસ્ક કન્ટ્રી યુ.કે. થી આવેલી એક મહિલા કોરોના પોઝિટિવ આવતા હવે એમિક્રોનના શંકાસ્પદ કેસની શકયતાને લઈ તંત્રની ચિંતાઓ વધી ગઈ છે.

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના ગુજરાતમાં વધતા જતા કેસને લઈ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી ડિસેમ્બરમાં આવતા NRI ના પ્રવાહને લઈ વહીવટી તંત્ર અને પ્રજાના માથે જોખમ તોળાઈ રહ્યું છે.

છેલ્લા એક સપ્તાહમાં જ ભરૂચ જિલ્લામાં હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી 150 જેટલા લોકો આવ્યા છે. શનિવારે રાતે યુ.કે.થી આવેલા 3 વ્યક્તિ પૈકી એક મહિલાનો અમદાવાદ એરપોર્ટ ઉપર જ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું છે.

 જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું છે કે, ટંકારીયાની કોરોનાગ્રસ્ત મહિલાનો ઓમિક્રોન ટેસ્ટ માટે સેમ્પલ મોકલાયા છે. જે રિપોર્ટ સાત દિવસ બાદ આવશે. જોકે હાલ તો ઓમિક્રોનના શંકાસ્પદ કેસને લઈ તંત્ર પણ રિપોર્ટને રાહ જોઈ બેઠું છે.

વિદેશોમાં એમીક્રોનના વધતા કેસ અને લોકડાઉનની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લા મૂળ વતનીઓ હાલ મોટી સંખ્યામાં વતન પરત ફરી રહ્યા છે. છેલ્લા 41 દિવસમાં જ વિદેશથી 1300 NRI જિલ્લામાં આવ્યા છે. જે તમામનું તંત્ર સતત મોનીટરીંગ કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud