એ ડિવિઝન PI એ 30 દિવસમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ
ભરૂચ પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટે DYSP ને તપાસ સોંપવાનો હુકમ રદ કર્યો
ફરિયાદ મુજબ જાતિના દાખલામાં હિંદુ અને મહયાવંશી બે અલગ પેનથી લખાયેલ શબ્દોની FSL માં તપાસ નહિ કરાઇ હોવા ઉપર પણ મુકાયેલો ભાર
WatchGujarat. ભરૂચ પાલિકા પ્રમુખના જાતિના પ્રમાણપત્રના વિવાદમાં સી સમરી અંગે DYSP ને તપાસ સોંપવાના હુકમને કોર્ટે રદ કર્યો છે. કોર્ટે ડીજીપીની રિવિઝન અરજી પર 30 દિવસમાં એ ડિવિઝન પોલીસને તપાસનો રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. જો કે કોર્ટે સી સમરી નામંજુર કરતો નીચલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી બાદ પાલિકા પ્રમુખ બનેલા અમિત ચાવડાના જાતિ પ્રમાણપત્ર અંગે વિવાદ ઉભો થયો હતો. અમિત ચાવડાનું જાતિનું પ્રમાણપત્ર ખોટુ હોવાનો આક્ષેપ દિનેશ ખુમાણ નામના વ્યક્તિએ કર્યો હતો. આ મામલો દિનેશ ખુમાણના વકીલ અશ્વીન ખંભાતા કોર્ટમાં લઈ ગયા હતા. પરંતુ 6 મહીના પછી પણ આ જાતિનું પ્રમાણપત્ર ખોટુ છે કે સાચું એ સાબિત થઈ શક્યું નથી.
ભરૂચની નીચલી કોર્ટે હુકમ કરતાં અમીત ચાવડા સામે પોલીસ ફરીયાદ દાખલ થઈ હતી. પરંતુ પોલીસ તપાસમાં કંઈ ન નીકળતા સી સમરી ભરી દેવાઈ હતી. આ સી સમરીને નીચલી કોર્ટે નકારી યોગ્ય તપાસ ન થઈ હોવાનો અભિપ્રાય આપી સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી ને સોંપવા હુકમ કર્યો હતો. જેના પગલે ડીજીપી પ્રફુલ પરમારે જિલ્લા પોલીસવડા અને કલેકટરની મંજૂરી બાદ ડિસ્ટ્રીકટ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી ડીવાયએસપી દ્વારા તપાસ કરાવવાના હુકમ સામે સ્ટે મેળવ્યો હતો.
ભરૂચ પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટમાં આ અંગે સરકાર તરફે રિવિઝન અરજી ચાલી જતા ડિસ્ટ્રીકટ કોર્ટે બન્ને પક્ષના વકીલોને સાંભળ્યા બાદ નીચલી કોર્ટે સમગ્ર કેસની DYSP ને સોંપવાના હુકમને રદ કર્યા હતો. હવે કોર્ટે પુનઃ એ ડિવિઝન PI ને તપાસ સોંપવાનો હુકમ કર્યો છે. ભરૂચ એ ડિવિઝન PI એ ભરૂચ પાલિકા પ્રમુખના જાતિના પ્રમાણ પત્ર અંગે તપાસ કરી 30 દિવસમાં નીચલી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. જોકે ડિસ્ટ્રીકટ કોર્ટે રિવિઝન અરજીનો અંશતઃ સ્વીકાર કરી સી સમરી નામંજુરના નીચલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે. જેમાં જાતિના પ્રમાણપત્રમાં ફરિયાદીની ફરિયાદ મુજબ હિન્દૂ અને મહયાવંશી બન્ને શબ્દો અલગ ઇન્કથી લખાયેલા અંગે FSL માં તપાસ નહિ કરાઇ હોવાની પણ ટકોર કરાઈ છે.
બીજી તરફ ફરિયાદીના વકીલે યોજેલી પત્રકાર પરિષદ અંગે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ કઈ પણ કહેવાનું ટાળ્યું હતું. તેમણે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ વ્યક્ત કરી પોતે સાચા જ હોવાનું અને સત્યની જ જીત થશે તેમ જણાવ્યું હતું.
રાજકીય ઈશારે થતી કામગીરીના ફરિયાદીના વકીલના આક્ષેપો
ભરૂચમાં મંગળવારે ફરિયાદીના વકીલ અશ્વિન ખંભાતાએ આ અંગે પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને ડીજીપી રાજકીય ઈશારે કામ કરતાં હોય તેવા આક્ષેપ કર્યા હતાં. કોર્ટની પ્રક્રિયા ચાલુ છે તેમ છતાં વકીલ અશ્વીન ખંભાતાએ પાલિકા પ્રમુખને ગુનેગાર ચીતરવાની કોશિશ કરી હતી. વકિલ અશ્વીન ખંભાતાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પાલિકા પ્રમુખ અમીત ચાવડાને બચાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. પરંતુ આ વાતને સાબિત કરવા માટે તેમણે કોઈ આધાર પુરાવા રજુ કર્યા નહોતા.