• છેલ્લા દોઢ મહિનામાં 1300 થી વધુ NRI ના જિલ્લામાં આગમન વચ્ચે કોરોનનાં એક્ટિવ કેસ ડબલ ફિગરે પોહચવાની કગારે
  • હાઇરિસ્ક કન્ટ્રીમાંથી પરત ફરતા લોકોને લઈ તંત્રની વધતી જતી ચિંતાઓ

WatchGujarat. ભરૂચ જિલ્લો ડિસેમ્બરમાં વિદેશથી આવતા NRI લોકોના આગમનને લઈ ઓમિક્રોનના હાઈરિસ્કમાં મુકાઈ જવાની આફત સેવાઈ રહી છે. દરમિયાન હાઈ રિસ્ક કન્ટ્રી દક્ષિણ આફ્રિકાથી આવેલા 2 લોકો કોરોના પોઝિટિવ આવતા હવે એમિક્રોનના શંકાસ્પદ કેસની શકયતાને લઈ તંત્રની ચિંતાઓ વધી ગઈ છે.

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના ગુજરાતમાં વધતા જતા કેસને લઈ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી ડિસેમ્બરમાં આવતા NRI ના પ્રવાહને લઈ વહીવટી તંત્ર અને પ્રજાના માથે જોખમ તોળાઈ રહ્યું છે.

છેલ્લા એક સપ્તાહમાં જ ભરૂચ જિલ્લામાં હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી 150 જેટલા લોકો આવ્યા છે. હાંસોટના મૂળ વતની અને વર્ષોથી દક્ષિણ આફ્રિકામા વસવાટ કરતાં મુસ્લિમ પરિવારના 2 સભ્યો પોતાના વતન આવવા 24 ડીસેમ્બરે ભારતમાં આવ્યા હતા. જ્યાંથી ભરૂચ જિલ્લાના હાંસોટના નસીરવાડા ખાતે પોહચ્યા હતા.

બે લોકો વિદેશથી આવ્યા હોવાની હાંસોટના બ્લોક ઓફીસરને જાણ થતાં તેઓ તુરંત નસીરવાડા સ્થિત આ પરિવારના ઘરે દોડી ગયા હતા. જેઓના સેમ્પલમાં બન્ને કોરોના પોઝીટીવ આવતા તેઓને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાંસોટના નસીરવાડા વિસ્તારને હાલ તો કોરેનટાઇન કરવામાં આવ્યો છે, અને આ બન્ને NRI ના સંપર્કમાં આવેલા તમામની પણ તપાસ કરવામાં આવી રહી છે.

એમીક્રોનના વિદેશોમાં વધતા જતા કેસ અને લોકડાઉનની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના મૂળ વતનીઓ હાલ મોટી સંખ્યામાં વતન પરત ફરી રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં જ વિદેશથી 1300 થી વધુ NRI જિલ્લામાં આવ્યા છે. જે તમામનું તંત્ર સતત મોનીટરીંગ કરી રહી છે. જોકે હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેનો આંક ડબલ ડિજિટમાં પોહચી જાય તેવી દહેશત વધતા જતા કેસને લઈ સેવાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud