• ચોપડે નોંધાયેલા મૃતકોને સીધી સહાય બાદ માર્ગદર્શિકા મુજબ કોરોના મૃત્યુમાં અન્યને સહાય અપાશે
  • સરકારી ચોપડે નોંધાયેલા સિવાયના મૃતકોના પરિવારો પાસે કોવિડથી મૃત્યુ અંગેનું હોસ્પિટલનુ સંસ્થાકીય કે બિન સંસ્થાકીય પ્રમાણપત્ર હશે તો સહાય માટે મામલતદારમાં સીધી જ અરજી કરી શકશે
  • મૃત્યુ સહાય માટે પોઝિટિવ રિપોર્ટ કે પ્રમાણપત્ર ન હોય તો પાલિકા, પંચાયત કે નોટિફાઇડ એરિયામાં અરજી કરવાની રહેશે

WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રશાસને સહાય આપવાની કામગીરી શરૂ કરી દીધી છે. શનિવારે બપોર સુધીમાં 26 મૃતકોના પરિવારના એકાઉન્ટમાં ₹50 હજાર સહાય ચૂકવી દેવાઈ છે.

ભરૂચ જિલ્લામાં કોવિડ-19 થી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચુકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોની સરળતા અને જાણકારી માટે જિલ્લા તંત્રે કોવિડ-19 માં સહાય માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. જે હેઠળ જિલ્લામાં તમામ તાલુકા મામલતદાર કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારી અને કલેકટર કચેરી ડીઝાસ્ટર શાખા ખાતેથી ફોર્મ મળશે.

જિલ્લામાં સરકારી ચોપડે સત્તાવાર નોંધાયેલા 117 કોરોના મૃતકના પરિવારો પૈકી 26 પરિવારોને કુલ 13 લાખની સહાય તેમના એકાઉન્ટમાં ચૂકવી દેવાઈ છે. સતાવાર સરકારી મૃત્યુના પરિવાર બાદ અન્ય અરજીઓ હાથ ઉપર લઈ માર્ગદર્શિકા પ્રમાણે ₹50000 ની સહાય ચુકવવામાં આવશે.

જે પરિવારો પાસે તેમના સંબંધીનો કોરોનાથી મૃત્યુનો સંસ્થાકીય કે બિન સંસ્થાકીય પ્રમાણપત્ર હોય તેઓ મામલતદારને સહાય માટે સીધી જ અરજી કરી શકે છે. પ્રમાણપત્ર કે પોઝિટિવ રિપોર્ટ નહિ હોવાના કિસ્સામાં મૃતકના પરિજનોએ પાલિકા, ગ્રામ પંચાયત કે નોટિફાઇડમાં પ્રિશિષ્ટ 3 મુજબના નમૂનામાં અરજી કરવાની રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud