• નદી કિનારે 5 થી 7 મગરો હોય વન વિભાગ પાંજરૂ મૂકી મગરોને પકડે તેવી માંગ
  • ગ્રામજનો સામે કિનારે ખેતી પશુપાલન માટે રોજ અવરજવર કરતા હોય મગરોથી છુટકારો અપાવવા રજુઆત

WatchGujarat. ભરૂચ નર્મદા નદીમાં પૂર્વ પટ્ટીના ગામોમાં ફરી મગરો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચના શુકલતીર્થ ગામે સૈકાઓથી દેવઉઠી એકાદશીથી દેવદિવાળી સુધી મેળો ભરાઈ છે ત્યાં નજીક જ આવેલા નિકોરા ગામે નર્મદા નદી કિનારે મહાકાય 5 થી 7 મગરોના ડેરાથી ગ્રામજનો ભયભીત થઈ ઉઠ્યા છે.

નર્મદા નદીમાં મગરો દેખાવાની ઘટના સામાન્ય છે. નદી કિનારાના ગામોમાં મગર અવાર નવાર આવી ચઢતા હોય છે. પૂર્વ પટ્ટીના નિકોરા ગામે છેલ્લા કેતલાક દિવસથી 5 થી 7 મહાકાય મગરોએ ડેરો જમાવ્યો હોય ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

નિકોરા ગામ શુકલતીર્થની સમીપ જ આવેલું છે. જ્યાં સૈકાઓથી દેવી ઉઠી અગિયારસથી દેવદિવાળી સુધી પૌરાણિક જાત્રા-મેળો યોજાઈ છે. જોકે કોરોના કાળથી આ યાત્રા બંધ છે. સતત બીજા વર્ષે પણ મેળો યોજાનાર નથી.

જોકે હાલ તમામ છૂટછાટોને લઈ આ પાંચ દિવસ દરમિયાન પરિવાર સાથે આ સ્થળે દર્શન અને નર્મદા સ્નાન માટે પૌરાણિક મહત્વ અને વિધીને લઈ હજારો લોકો ઉમટી પડશે. આવા સમયે જ નદી કાંઠા વિસ્તારમાં મગરોને લઈ લોકો માટે જોખમ ઉભું થઈ શકે છે.

નિકોરા ગામના લોકો પશુપાલન અને ખેતી માટે રોજ નદી પાર કરી સામે પાર જાય છે. કિનારે મહાકાય મગરોની હાજરીને લઈ ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. વન વિભાગ પાંજરૂ મૂકી આ મગરોનો પકડે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યાં છે.

Facebook Comments Box

Videos

Our Partners