• દિવાળી તહેવારો બાદ વાયરલ બીમારી સાથે ડેન્ગ્યૂએ માથું ઊંચક્યું
  • તહેવારોમાં મીઠાઈ, ફરસાણ સાથે ફટાકડા, વાહનો, ઉદ્યોગોના ધુમાડા, ધૂળ સહિતના પ્રદુષણ અને બેવડી ઋતુથી ઘેર ઘેર લોકો શરદી ખાંસીની ચપેટમાં
  • અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર કરી જતા લોકોને હવે પ્રદૂષણથી બચવા માસ્ક પેહર્યે જ છૂટકાની ઉભી થયેલી સ્થિતિ
  • દિવસે વધી ગયેલા ડેન્ગ્યૂના કારક એડિસ મચ્છરોથી લોકો ઘર અને ઓફિસોમાં જ તેનો શિકાર બની રહ્યા છે

WatchGujarat. કોરોના મહામારીની બે લહેર સમી ગયા બાદ હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં ડેન્ગ્યૂના ડાકલા વાગી રહ્યાં છે. દિવાળી તહેવારો બાદ હવા પ્રદુષણએ માઝા મુક્યા બાદ બેવડી ઋતુ વચ્ચે લોકો વાયરલ ઇન્ફેક્શનથી પણ સપડી રહ્યાં છે. શરદી, ખાંસી, તાવ, ગળાની સમસ્યા સાથે લોકો દવાખાનામાં દોટ લગાવી રહ્યાં છે ત્યાં સરકારી ચોપડે ડેન્ગ્યૂના પણ 82 કેસ નોંધાયા છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના બાદ હવે ડેન્ગ્યૂ દસ્તક દઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યૂના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ખાનગી હોસ્પિટલો એક તરફ ડેન્ગ્યૂ તાવના કેસોથી છલકાઈ રહી છે. ત્યાં સરકારી ચોપડે એપ્રિલથી નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના 82 કેસ નોંધાયા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એસ. દુલારા જણાવી રહ્યાં છે.

જ્યારે ડેન્ગ્યુ સાથે દિવાળીના તહેવારો બાદ બેવડી ઋતુ, ધૂળ-ધુમાડો અને પ્રદુષણને લઈ વાયરલ ઇફેક્શન સાથે શરદી,ખાંસી, તાવ, ગળાનું ઇફેક્શનના કેસો પણ વધ્યા છે. દિવાળી બાદ ભરૂચ જિલ્લાના હવા પણ બગડી છે. ચોમાસા પછી શિયાળાની ઋતુના આગમન સાથે લોકો બેવડી મૌસમ સાથે તહેવારોમાં આરોગેલી મીઠાઈઓ, ફરસાણ, ફટાકડા, વાહનોના ધુમાડા, ધૂળ અને ઉધોગોના ધુમાડાને લઈ શ્વાસને લગતી બીમારીઓથી પણ પીડાઈ રહ્યાં છે.

દિવાળી બાદ હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ સ્તરે પોહચી હાલ 300 ઉપર નોંધાઇ રહ્યો છે. એટલે કે હવા લોક આરોગ્ય માટે ખરાબ બની છે. હવા પ્રદુષણ વચ્ચે દિવસે વધતા ડેન્ગ્યૂના કારક એડિસ મચ્છરોના કારણે ઘર અને ઓફિસોમાં લોકો ડેન્ગ્યૂ તાવનો શિકાર બની રહ્યાં છે. ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં ડેન્ગ્યૂના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners